Home /News /gujarat /

અંબાજી મંદિર ટ્રસ્ટની હોસ્પિટલમાં અસુવિધા મામલો, આંદોલન યથાવત

અંબાજી મંદિર ટ્રસ્ટની હોસ્પિટલમાં અસુવિધા મામલો, આંદોલન યથાવત

    યાત્રાધામ અંબાજીમાં કરોડાના ખર્ચે 200 બેડની મોટી હોસ્પીટલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી છે, પણ સુવિધાના નામે મીંડુ છે. જેને લઈ અંબાજીની લોક હિત રક્ષક સમીતી દ્વારા આંદોલનના મંડાણ કરાયા છે.

    અંબાજીની લોક હીત રક્ષક સમીતી દ્વારા બજારો બંધ રાખી આંદોલનની શરુઆત કરાઈ છે. જોકે હોસ્પીટલ સંચાલક મંડળના વહીવટદાર અને હોસ્પીટલના સુપરીટેન્ડેન્ટ ધરણા સ્થળે પહોંચી આંદોલનકારીઓને સમજાવવાના પ્રયાશો કર્યા હતા, અને લેખીત બાંહેધરી પણ આપી હતી, પણ લેખીત પત્રમાં પ્રશ્નના નિકાલ માટેનો કોઈ જ સમય ન અપાતા આંદોલનકારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

    આંદોલનકારીઓએ પોતાનું આંદોલન વધુ વેગવાન બનાવવાની જાહેરાત કરી હતી, અને બંધના એલાનને યથાવત રાખી ગુરુવારે પણ બજારો બંધ રાખવા જાહેરાત કરવામાં આવી છે. અને જરુર પડે તો રસ્તા રોકો આંદોલન અને સામુહીક આત્મવિલોપનની પણ ચીમકી આપવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: અંબાજી, અંબાજી મંદિર, હોસ્પિટલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन