અંબાજીનો મહાપ્રસાદ 50 ટકા મોંધો થયો, હવે તમારે 15 રૂપિયા ચુકવવા પડશે

News18 Gujarati
Updated: December 4, 2019, 3:45 PM IST
અંબાજીનો મહાપ્રસાદ 50 ટકા મોંધો થયો, હવે તમારે 15 રૂપિયા ચુકવવા પડશે
અંબાજી મંદિર

આ પ્રસાદનાં વિતરણની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ વર્ષે રૂપિયા 4 કરોડ જેટલી ખોટ ખાઈને કરતુ હતું.

  • Share this:
મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા : અંબાજી મંદિર માં મોહનથાળ ના પ્રસાદમાં ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે નાના 80 ગ્રામનાં પેકેટ ઉપર પાંચ રૂપિયાનો એટલે કે 50 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવે તમે આ મહાપ્રસાદનું પેકેટ 15 રૂપિયામાં લઇ શકશો.

યાત્રાધામ અંબાજીમાં મંદિરે દર્શન કરવા આવતા યાત્રિક અચૂક માતાજીનાં પ્રસાદ સ્વરૂપે મહોનથાળનાં પેકેટ સાથે લઈ જતા હોય છે. આ પ્રસાદમાં ખાંડ, ઘી, ચણાનો લોટ મિશ્રીત કરીને મોહનથાળનો પ્રસાદ બનાવાતો હોય છે. વર્ષોથી આ પ્રસાદનો સ્વાદ પણ એક સરખો જ જોવા મળતો હોય છે. આ પ્રસાદનાં વિતરણની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ વર્ષે રૂપિયા 4 કરોડ જેટલી ખોટ ખાઈને કરતુ હતું. હવે મંદિરે ટ્રસ્ટે પ્રસાદનાં ભાવમાં 50 ટકા જેટલો વધારો થયો છે. જે 80 ગ્રામનું પેકેટ 10 રૂપિયામાં અપાતું હતું તેના હવે રૂપિયા 15 કરી દેવાયા છે.

આ ભાવવધારો પણ લાગુ કરી દેવાયો છે. જોકે, હાલમાં પ્રસાદની કાચી સામગ્રીનાં ભાવો વધતા પણ ટ્રસ્ટે આ ભાવ વધારો કરવાની ફરજ પડી હોય તેમ 50 ટકાનો ભાવ વધારો કરાયો છે. જેનાથી ટ્રસ્ટ હવે નુકશાની નહિ કરે.

અમદાવાદનાં શ્રદ્ધાળુ, જયેશ દોસીએ આ અંગે જણાવ્યું હતું કે, ' આ ભાવવધારાને અંગે શ્રદ્ધાળુઓમાં કોઈ વિપરીત અસર જોવા મળી નથી. પ્રસાદનાં બદલે નાણાં જાય છે તે મંદિર માં જ જાય છે અને બજાર કરતા શુધ્ધ પ્રસાદ મળી રહે છે, તેવું માની સંતુષ્ટ અનુભવી રહ્યા છે.'

અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ માં દરવર્ષે અંદાજે રૂપિયા 4 કરોડ ઉપરાંત ની નુકસાની કરતુ હતું જયારે મોહનથાળ નો પ્રસાદ બનાવનાર એજન્સી જી.એસ.ટી સાથે 15.07 રૂપિયા નો ભાવ મંજુર કરાયો છે જેમાં એજન્સી 7 પૈસા નું પેકેટ દીઠ નુકસાન વેઠી ને મંદિર ટ્રસ્ટ પાસે થી રૂપિયા 15 જ લેશે. જે નાથી અંબાજી મંદિર ટ્રસ્ટ ને વાર્ષિક રૂપિયા 6 કરોડ નો ફાયદો થશે.

આ પણ જુઓ : 
First published: December 4, 2019, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading