Home /News /gujarat /

અંબાજીઃ દાંતા પોલીસે રૂ.2.51 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

અંબાજીઃ દાંતા પોલીસે રૂ.2.51 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

અંબાજીઃ દાંતા પોલીસે રૂ.2.51 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો.

    અંબાજીઃ શહેરમાંથી દાંતા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂની 712 નંગ બોટલ જપ્ત કરી છે, જેની હજાર કિંમત રૂ.2.51 લાખ જેટલી થાય છે તેમ જ એક આરોપીની અટકાયત કરી છે.

    મળતી વધુ વિગત મુજબ, ગાંધીના ગુજરાતમાં છેલ્લા 32 કલાકમાં વિદેશી દારૂ પકડાવાનો આ ત્રીજો બનાવ બન્યો છે. પ્રથમ અરવલ્લીના શામળાજીના વેણપુર પાસેથી રૂ.58 લાખનો વિદેશી દારૂ પકડાયો હતો. બીજી બનાવ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાંથી મદ્દામાલ સાથે રૂ.5.18 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો.

    મળેલી બાતમીને આધારે અંબાજીના દાંતામાંથી પસાર થઈ રહેલી કારને પોલીસે તપાસ માટે અટકાવી હતી. પોલીસ-તપાસમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે કાર સાથે વિદેશી દારૂની 712 બોટલ જપ્ત કરી છે, જેની કિંમત આશરે રૂ.2.51 થાય છે. પોલીસે એક આરોપીની અટકાયત નોંધ્યો છે અને આગળ તેની વધુ તપાસ કરી રહી છે.

    જ્યાં સુધી દારૂબંધી માટે કાયદો કડક નહિ બને ત્યાંથી ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ બેફિકર, ડર વગર આવતો રહેશે તેમ જ પોલીસ પર બૂટલેગરો દ્વારા કરવામાં આવતા હુમલાઓમાં પણ વધારો થશે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Danta, Foreign liquor caught, અંબાજી, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन