અંબાજી બસ અકસ્માત પહેલા ડ્રાઇવરે બનાવેલો TikTok વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: October 2, 2019, 1:14 PM IST
અંબાજી બસ અકસ્માત પહેલા ડ્રાઇવરે બનાવેલો TikTok વીડિયો વાયરલ
ડ્રાઇવરનો ટિકટોક (Tiktok) વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આણંદ જિલ્લામાં બસનાં ડ્રાઇવરનો ટિકટોક (Tiktok) વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
જનક જાગીરદાર, ખેડા : અંબાજી-દાંતા માર્ગ પરના ત્રિશૂળિયા ઘાટ પરના માર્ગ અકસ્માતમાં (Ambaji Accident) ચરોતર પંથકનાં 22 યાત્રિકોના મોત નીપજ્યાં છે. આ સાથે 55થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા તેઓ હૉસ્પિટલમાં દાખલ છે. આ ગોજારા અકસ્માત બદલ દાંતા પોલીસ મથકે ડ્રાયવર વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. આ અકસ્માતનાં મૃતકોનાં પરિવારને સીએમ વિજય રૂપાણીએ ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ગઇકાલથી આણંદ જિલ્લામાં બસનાં ડ્રાઇવરનો ટિકટોક (Tiktok) વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે આ વીડિયો અકસ્માતની થોડી જ ક્ષણો પહેલાનો છે.

ટ્રાવેલ્સની ઓફિસમાં તાળા વાગી ગયા

આ વીડિયો અંગે મળતી માહિતી પ્રમાણે આ વીડિયો સમગ્ર જિલ્લામાં વાયરલ થઇ રહ્યો છે. સ્થાનિક સૂત્રોનું માનીએ તો, આ વીડિયોમાં તે જ ડ્રાઇવર છે જેણે અંબાજીથી જતી બસનો ત્રિશુળિયા વળાંક પાસે અકસ્માત કર્યો હતો. આ વીડિયો અકસ્માતની થોડી ક્ષણો પહેલાનો જ છે. પરંતુ હજી આ અંગેની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. અકસ્માત કરનારી બસની ગણેશ ટ્રાવેલ્સની ઓફિસ નડિયાદમાં છે જ્યાં તાળા વાગી ગયા છે અને સંચાલક ફરાર થઇ ગયો છે. જેથી ઘણાં પ્રશ્નોનાં જવાબ નથી મળી રહ્યાં. હાલ ડ્રાઇવરને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અંબાજી અકસ્માત : મૃતકોના પરિવારને રૂ. 10 લાખની સહાય કરવા અમિત ચાવડાની માંગ

નોંધનીય છે કે, આંકલાવ તાલુકાનાં પ્રવાસીઓ સોમવારે સાંજે લક્ઝરી બસમાં (જીજે-1 એઝેડ 9795) અંબાજીથી દર્શન કરીને ઊંઝા માતાજીનાં દર્શન કરવા જઇ રહ્યાં હતાં. તે દરમિયાન ત્રિશુળિયા ઘાટ પાસે હનુમાન મંદિર પાસેનાં વળાંક પર બસ યુ ટર્ન લઈ રહી હતી ત્યારે ઓવર સ્પીડ તથા વરસાદને કારણે પાછલું વ્હિલ અધ્ધર થઇ ગયું હતું. જેથી ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી થઇ ગઇ હતી.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर