Home /News /gujarat /

હોસ્પિટલમાં અપૂરતી સુવિધાના મામલે અંબાજી બંધનું એલાન, આત્મવિલોપનની ચીમકી

હોસ્પિટલમાં અપૂરતી સુવિધાના મામલે અંબાજી બંધનું એલાન, આત્મવિલોપનની ચીમકી

    યાત્રાધામ અંબાજીમાં આરોગ્ય બાબતે દવાખાનાઓમાં અપૂરતી સુવિધાના પગલે આંદોલનના મંડાણ કરાયા છે. અંબાજી મોટું તીર્થસ્થળ છે. અહીં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવવામાં આવી છે. પરંતુ અંબાજીની આસપાસ બનતા અકસ્માતોનાં બનાવ કે પછી મહિલાઓને લગતી કોઈ બીમારી માટે પૂરતા કોઈ નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો, આ સમસ્યાનું કોઈ સમાધાન નહીં આવે તો લોકહિત રક્ષક સમિતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

    છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં 30 થી 45 વયના અનેક યુવાનો હૃદયરોગના હુમલાનો શિકાર બનીને મોતને ભેટ્યા છે. આથી અંબાજીના યુવાનો દ્વારા એક લોકહિત રક્ષક સમિતિ બનાવીને અંબાજીની હોસ્પિટલમાં પૂરતી સુવિધા મળી રહે તે માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. પૂરતી સુવિધાઓને લઈને આ સમિતિ દ્વારા વહીવટી તંત્રને વારંવાર આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

    સમિતિના સભ્યોનો દાવો છે કે આ સમસ્યાનું કોઈ સમાધાન ન આવતા આજે (બુધવારે) અંબાજી બંધનું એલાન અપાયું છે. બંધને પગલે સવારથી જ અંબાજીના તમામ બજારો બંધ જોવા મળ્યા હતા. ક્યાંક એકલ દોકલ દુકાનો ખુલ્લી હતી તેને પણ લોકહિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ બંધ કરાવી હતી. એટલું જ નહીં અંબાજી હોસ્પિટલના પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

    લોકહિત રક્ષક સમિતિના કન્વીનર લોકેશ જૈને જણાવ્યું હતું કે, અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ સમાધાન નહીં આવતા આજે બંધનું એલાન અપાયું છે. હજી આ પ્રશ્નનો કોઈ નિકાલ નહીં આવે તો આત્મવિલોપન કરવાનો કાર્યક્રમ આપીશું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: અંબાજી, અંબાજી મંદિર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन