ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરો ગુરુપૂર્ણિમા પર બંધ છે, ભાવિકો ખાસ વાંચે

News18 Gujarati
Updated: July 15, 2019, 11:28 AM IST
ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરો ગુરુપૂર્ણિમા પર બંધ છે, ભાવિકો ખાસ વાંચે
ambaji

ગુરુપૂર્ણિમાના દિવસે અંબાજી અને પાવગઢ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર થયો છે.

  • Share this:
મહેન્દ્ર અગ્રવાલ, અંબાજી:  યાત્રાધામ પાવાગઢ ગુરુપૂર્ણિમાના દિવસે બપોરના 4 વાગ્યાથી બંધ છે. જે બાદ મંદિર 17 ના રોજ સવારે 5 વાગે જ ખુલશે. અને ત્યાર બાદ રાબેતા મુજબ દર્શન કરી શકાશે. પણ જો તમે ગુરુપૂર્ણિમાના દિવસે દર્શન પાવાગઢમાં દર્શન કરવાનું વિચારતા હોવ તો બપોરે 4 વાગ્યા પહેલા મંદિર પહોંચશો તો જ દર્શન કરી શકશો.

આજ પ્રમાણે ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર અંબાજીના આરતી અને દર્શનનો સમય પણ ગુરુપૂર્ણિમાના દિવસે બદલાયો છે. આવતીકાલે 16 જુલાઈ મંગળવારે અષાઢ સુદ પૂનમનાં રોજ રાત્રી ના 1.30 થી 3.30 સુધી ચંદ્ર ગ્રહણ હોવાથી ધાર્મિક વિધિ ને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી યાત્રાધામ અંબાજી ખાતે સમય બદલાયો છે. જેની જાણકારી મંદિરના ભટ્ટજી મહારાજ કૌશીકભાઈ ઠાકરે આપી હતી. જે આ મુજબ છે.

સવારે 07:30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 06.00 કલાકે કરાશે, જ્યારે બપોરે ધરાવાતો રાજભોગ પણ સવારે 12.30 કલાકે ધરાવાશે અને ત્યાર બાદ સાંજની સાત વાગ્યા ની આરતી બપોરે 3.30 તી 4.00 કલાક સુધી થશે અને અંબાજી મંદિર દર્શન માટે સાંજ ના 4.30 કલાક સુધી જ ખુલ્લું રહેશે. તે પછી મંદિર બંધ રહેશે. અને પછી બીજા દિવસે સવારની આરતી 09:00 કલાકે કરવામાં આવશે.

સવારે આરતી : 06.00 થી 06.30

સવારે દર્શન : 06.30 થી 11.30

બપોરે દર્શન: 12.30 થી 2.00સાંજની આરતી: 3.30 થી 4.00

દર્શન 4.00 થી 4.30 સુધી થશે અને ત્યાર બાદ મંદિર બંધ રહેશે. અને બીજા દિવસે સવાર ની આરતી 09:00 કલાકે થશે
First published: July 15, 2019, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading