અંબાજીઃ ત્રિશૂળિયા ઘાટમાં ST બસ અને જીપ વચ્ચે અકસ્માત,9 મુસાફરોને ઇજા

News18 Gujarati
Updated: March 26, 2018, 7:08 PM IST
અંબાજીઃ ત્રિશૂળિયા ઘાટમાં ST બસ અને જીપ વચ્ચે અકસ્માત,9 મુસાફરોને ઇજા

  • Share this:
અંબાજીઃ ત્રિશૂળિયા ઘાટમાં અકસ્માત સર્જાયો છે. ST બસ અને કમાન્ડર જીપ સામ-સામે અથડાતાં જીપમાં બેઠેલા નવ મુસાફરોને ઇજા થઈ છે. સાત ઇજાગ્રસ્તોને સારવાર માટે દાંતાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ જ બે ઘાયલોને પાલનપુર રિફર કરાયા છે.

મળતી વધુ વિગત મુજબ, અંબાજીના ત્રિશૂળિયા ઘાટમાંથી પસાર થઈ રહેલી ST બસ સાથે સામેથી આવી રહેલી જીપનો અકસમાત થયો છે. અકસ્માતમાં જીપમાં બેઠેલા નવ વ્યક્તિને ઇજા થઈ છે. સાત ઇજાગ્રસ્તોને સારવાર માટે દાંતાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બે ઘાયલોને પાલનપુર ખાતે રિફર કરવામાં આવ્યા છે. માહિતીની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
First published: March 26, 2018
વધુ વાંચો
अगली ख़बर