Home /News /gujarat /

કોંગ્રેસને મોટો ફટકો! અલ્પેશ ઠાકોર તમામ પદ પરથી આપશે રાજીનામું

કોંગ્રેસને મોટો ફટકો! અલ્પેશ ઠાકોર તમામ પદ પરથી આપશે રાજીનામું

અલ્પેશ ઠાકોરની ફાઇલ તસવીર

આ મેસેજ અલ્પેશ ઠાકોરના સમર્થકો દ્વારા વહેતો કરવામાં આવ્યો છે. આજે ઠાકોર ક્ષત્રિય સમાજની બેઠક થઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

    અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપશે. આ મેસેજ અલ્પેશ ઠાકોરના સમર્થકો દ્વારા વહેતો કરવામાં આવ્યો છે. મંગળવારે ઠાકોર ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને કોરાણે મૂકવામાં આવ્યો છે. લગભગ 24 કલાકમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. જોકે, કોંગ્રેસ કે અલ્પેશ ઠાકોર દ્વારા હજુ સત્તાવાર નિવેદન નથી આવ્યું પરંતુ ક્ષત્રિય સેનાના મંત્રી દ્વારા જ આ રીતનો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે આ નિર્ણય ઠાકોર સેનાની મીટિંગમાં કરવામાં આવ્યો છે, એટલે અલ્પેશ ઠાકોર અગામી 24 કલાકમાં રાજીનામું આપી શકે છે.

    જે રીતે અલ્પેશ ઠાકોરના સમર્થકો દ્વારા મેસેજ ફરતો કરવામાં આવ્યો છે. તે જોતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. તમને જણાવી દઈએ કે,  મંગળવારે ઠોકોર સેનાની કોર કમીટીની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અલ્પેશ કોંગ્રેસના તમામ પદ પરથી 24 કલાકમાં રાજીનામું આપશે. બનાસકાંઠામાં અલ્પેશના સમર્થકે લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને અલ્પેશ કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર નહીં કરે અને તેમને જીતાડવા પ્રચાર કરશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

    છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા અલ્પેશને કોરાણે મૂકવામાં આવ્યો હતો. અલ્પેશે ઉત્તર ગુજરાતમાં પોતાના ત્રણ સમર્થકોને ટિકિટ આપવાની માંગ કરી હતી પરંતુ કોંગ્રેસે તેની અવગણના કરી જેને લઈ ઠાકોર સેનાના તમામ સભ્યો સહિત અલ્પેશ ઠાકોર નારાજ હતો.

    સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો નવાઈ નહી. કહેવાય છે કે અલ્પેશ ઠાકોર ભાજપના હાઈકમાન્ડ સાથે સંપર્કમાં છે. અલ્પેશ નરેન્દ્ર મોદી અથવા અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Amit shah, Lok sabha election 2019, Resign, અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ, ભાજપ

    આગામી સમાચાર