Home /News /gujarat /

અલ્પેશે કહ્યું- મોદી એક મહિનામાં 1 કરોડ 20 લાખના મશરૂમ કરી જાય છે ચાઉ

અલ્પેશે કહ્યું- મોદી એક મહિનામાં 1 કરોડ 20 લાખના મશરૂમ કરી જાય છે ચાઉ

અલ્પેશ ઠાકોરની રાહુલ ગાંધી સાથે ફાઇલ તસવીર

અપેશ ઠાકોરે નરેન્દ્ર મોદી ના ખાતો નથી ખાવા દેતો નથી ના નારા પર વાર કરતાં નરેન્દ્ર મોદી મશરૂ ખાઈને લાલા થઈ રહ્યાં છે તેવા આરોપો કર્યા હતા. અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં એક સભાને સંબોધન કરતાં કહ્યું કે, નરેન્દ્ર મોદી રોજ 80 હજાર રૂપિયે કિલોના ભાવનું 5 કિલો મશરૂમ ખાઈ જાય છે. ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની આ કમેન્ટની વિવાદ ઉભો થઈ શકે છે. અલ્પેશે કહ્યું કે, નરેન્દ્ર મોદી રોજ ચાર લાખ રૂપિયાના મશરૂમ ખાય છે, જેનાથી તેમના ગાલ લાલ થઈ રહ્યા છે.

ગુજરાતમાં એક સભાને સંબોધતા અલ્પેશે કહ્યું કે, કોઈએ મને પુછ્યું કે પીએમ મોદીની આટલી સારી હેલ્થનો રાઝ શું છે? મેં વિચાર્યું કે આખરે શું કારણ હોઈ શકે? આજથી 35 વર્ષ પહેલાનો ફોટો જોઈએ તો મોદી બિલકુલ મારા જેવા કાળા હતા. હવે જુઓ, કેવા થઈ ગયા છે. એવુ તો તે શું ખાઈ રહ્યા છે કે દિવસેને દિવસે લાલ થતા જાય છે? પછી મને ખબર પડી કે તે મશરૂમ ખાય છે.

અલ્પેશે કહ્યું કે, આ ખાસ પ્રકારના મશરૂમ વિશે જાણવાનો મે પ્રયત્ન કર્યો. આ મશરૂમ કોઈ સામાન્ય મશરૂમ નથી. આ મશરૂમ તાઈવાનથી મંગાવવામાં આવે છે. એક મશરૂમની કિંમત 80,000 રૂપિયા છે અને મોદીજી રોજના ચાર લાખ રૂપિયાના મશરૂમ આરોગી જાય છે. એક મહિનામાં તો વડાપ્રધાન મોદી માત્ર મશરૂમ ખાવામાં એક કરોડ 20 લાખ રૂપિયા ખર્ચી નાંખે છે.
First published:

Tags: Assembly election 2017, BJP Vs Congress, Gujarat Election 2017, અલ્પેશ ઠાકોર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन