Home /News /gujarat /

'હું 2022ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું, અહીં ત્રણ વર્ષથી વિકાસ અટક્યો છે': અલ્પેશ ઠાકોર

'હું 2022ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું, અહીં ત્રણ વર્ષથી વિકાસ અટક્યો છે': અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર ફાઇલ તસવીર

Gujarat Political news: રાધનપુર સમૂહ લગ્નમાં અલ્પેશ ઠાકોરના હુંકારથી રાજકીય ગરમાવો આવ્યો છે.

    પાટણ: ગુજરાતમાં (Gujarat) આગામી થોડા મહિનાઓમાં ચૂંટણી (Gujarat Election) આવી રહી છે. ત્યારે રાજ્યનું રાજકારણ (Gujarat Politics) પણ ગરમાઈ રહ્યુ છે. ત્યારે અલ્પેશ ઠાકોરનો એક વીડોયો હાલ ભારે ચર્ચામાં છે. જેમા તે કહેતા સંભળાય છે કે, હું 2022ની ચૂંટણી રાધનપુરથી (Radhanpur) જ લડવાનો છું અને તમારે મને જીતાડવાનો છે. નોંધનીય છે કે, રાધનપુરમાં સમૂહ લગ્ન યોજાયા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.

    'ત્રણ વર્ષમાં અહીંનો વિકાસ અટકી ગયો '

    ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા કહ્યુ છે કે, 2022ની ચૂંટણીમાં હું રાધનપુરથી જ લડીશ. તમારે મને જીતાડવાનો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અહીંનો વિકાસ અટકી ગયો છે. તેમણે વધુમાં કહ્યુ કે, અલ્પેશ ઠાકોર લડવાનો જ છે અને જો ના લડે તો જે લોકો દગો કરે છે તે લોકોતો ભૂલી જજો કે તમે લડી શકશો.

    આ પણ વાંચો - ગાંધીનગર: સરકાર સામે શિક્ષકોએ ચડાવી બાંયો, જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન

    પૂર્વ ધારાસભ્ય લવીંગજી પર લગાવ્યા આરોપ

    અલ્પેશ ઠાકોરે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવીંગજી ઠાકોર પર સમાજ તોડવાના આરોપ લગાવ્યા છે. રાધનપુરમાં 2022ની ચૂંટણી પહેલા ઠાકોર વિરુદ્ધ ઠાકોર નેતાઓનો વિરોધ ખુલ્લીને સામે આવ્યો છે. રાધનપુરમાં ઠાકોર સમાજના સમૂહલગ્ન હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી અંગે નિવેદન આપ્યું.

    આ પણ વાંચો - સુરતમાં શાળાના આચાર્યએ રાજીનામું આપતા વિદ્યાર્થી-વાલીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

    રાધનપુર બેઠક અંગે અલ્પેશના દાવા બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે પૂર્વ MLA લવિંગજી ઠાકોરે અલ્પેશના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, હું પણ રાધનપુર બેઠક પરથી લડવાનો દાવેદાર છું. અલ્પેશ ઠાકોર કહે છે કે, લવિંગજી સમાજને તોડવાનું કામ કરે છે તો સમાજે મને અપક્ષમાંથી જીતાડ્યો હતો. હું ઠાકોર સમાજમાં 24 કલાક હોવ છું અન્ય સમાજમા પણ જાવ છું.



    રાધનપુર સમૂહ લગ્નમાં અલ્પેશ ઠાકોરના હુંકારથી રાજકીય ગરમાવો આવ્યો છે. આ સમૂહ લગ્નમા ઠાકોર સમાજના મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય નિવેદન આપ્યુ હતું. જે બાદ હાલ આ ચર્ચાએ જોર પકડ્યુ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022, પાટણ

    આગામી સમાચાર