અલ્પેશ ઠાકોરનો આક્ષેપ, EVM થાય છે બ્લૂ ટૂથથી કનેક્ટ, ચૂંટણીપંચને કરી ફરિયાદ

રાધનપુર વિધાનસભાના જાતિય ગણિતની વાત કરીએ તો ઠાકોર ૩૨ ટકા, ચૌધરી ૧૦ ટકા, માલધારી ૭ .૫ ટકા, મુસ્લિમ ૮. ૭૩ ટકા,પટેલ ૪.૦ ટકા...

રાધનપુર વિધાનસભાના જાતિય ગણિતની વાત કરીએ તો ઠાકોર ૩૨ ટકા, ચૌધરી ૧૦ ટકા, માલધારી ૭ .૫ ટકા, મુસ્લિમ ૮. ૭૩ ટકા,પટેલ ૪.૦ ટકા...

  • Share this:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે અલ્પેશ ઠાકોર દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવાની ઘટના સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં EVM બ્લુટુથ સાથે કનેક્ટ થતું હોવાના આક્ષેપ સાથે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. અલ્પેશ ઠાકોરે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી માંગ કરી કે તત્કાલીક EVM મશીન બદલવામાં આવે.

બીજીબાજુ, દાંતીવાડાના વાઘરોલ ગામમાં પણ ગ્રામજનોએ હંગામો કર્યો હતો. ગ્રામજનોએ હંગામો કરી આક્ષેપ કર્યો કે, EVMમાં બ્લૂ ટૂથ કનેક્ટ થાય છે. આ મુદ્દે ચૂંટણી અધિકારીને જાણ કરવામાં આવતા, અહીં વોટીંગ બંધ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ તરફથી રાધનપુરમાં ઉમેદવારી નોંધાવી છે, જ્યારે અલ્પેશની સામે ભાજપ તરફથી લવિંગજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. રાધનપુરની મહત્વની બેઠક પર ભાજપ-કોંગ્રેસ બંનેએ ઠાકોર સમાજના ઉમેદવાર ઉતાર્યા છે.

ઉલ્લેખનીય છે કે,  પાટણ જિલ્લાની બેઠકો મતદાન શરૂ, જેમાં ચાણસ્મા વિધાનસભા બેઠક પર કુલ ૨,૪૩,૨૮૨ મતદારો છે. જેમાં ૧,૨૬, ૪૦૩ પુરુષ અને ૧,૧૬,૮૭૯ મહિલા મતદારો છે. આ બેઠકમાં કુલ ૨૮૦ પોલીંગ બુથ છે. ગુજરાત વિધાનસભાની આ ગ્રામીણ બેઠક છે.

જ્યારે રાધનપુર ગુજરાત વિધાનસભાની આ ગ્રામીણ બેઠક પર ગ્રામીણ મતદારોનું પ્રભુત્વ વધારે છે. રાધનપુર વિધાનસભા બેઠક પર કુલ ૨,૩૭,૭૫૩ મતદારો છે. જેમાં ૧,૨૪,૪૧૮ પ્રુરુષ મતદારો અને ૧,૧૩,૩૩૫ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જેમાં કુલ ૫૭૦ પોલીંગ બુથ છે.

રાધનપુર વિધાનસભાના જાતિય ગણિતની વાત કરીએ તો ઠાકોર ૩૨ ટકા, ચૌધરી ૧૦ ટકા, માલધારી ૭ .૫ ટકા, મુસ્લિમ ૮. ૭૩ ટકા,પટેલ ૪.૦ ટકા, આહીર ૬.૧૨ ટકા, ઓબીસી ૧૭.૫, અન્ય ૯.૦ ટકાનો સમાવેશ થાય છે. આમ આ બેઠક પર જોવા જઈએ તો ઠાકોર અને ચૌધરી મતદારોનો દબદબો જોવા મળે છે.
First published: