અલ્પેશ ઠાકોર પર જમીન પચાવવાનો આક્ષેપ કરનાર યુવાને જ સગી ફોઇની કરોડોની જમીન પડાવી?

અલ્પેશ ઠાકોર પર જમીન પચાવવાનો આક્ષેપ કરનાર યુવાને જ સગી ફોઇની કરોડોની જમીન પડાવી?
ગરીબ ઠાકોર સમાજના ખેડૂતો પાસેથી ભુ માફિયાઓ દ્વારા ખોટા પુરાવાના આધારે જમીન લઈ લેવાના 50 જેટલા કેસ તેમની પાસે આવ્યા છે. જે માટે હવે રાજ્ય સરકાર સતર્કતાથી પગલા ભરે તે માટે અલ્પેશ ઠાકોરે માંગ કરી છે.

ગરીબ ઠાકોર સમાજના ખેડૂતો પાસેથી ભુ માફિયાઓ દ્વારા ખોટા પુરાવાના આધારે જમીન લઈ લેવાના 50 જેટલા કેસ તેમની પાસે આવ્યા છે. જે માટે હવે રાજ્ય સરકાર સતર્કતાથી પગલા ભરે તે માટે અલ્પેશ ઠાકોરે માંગ કરી છે.

  • Share this:
મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ રાજ્યમાં ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો કડક અમલ કરતો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ લેન્ડ ગ્રેબર્સ ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટનો અમલ નવું સિમાચિન્હ બની રહેવાનો મુખ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે આ કાયદાને આવકારતા ભાજપના ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીનો આભાર માનતા રાજ્યના ભુ માફિયાઓ પરિણામે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ઠાકોર સમાજના ગરીબ ખેડૂતોની 25 હજાર કરોડની જમીન છે. ત્યારે ગરીબ ઠાકોર સમાજના ખેડૂતો પાસેથી ભુ માફિયાઓ દ્વારા ખોટા પુરાવાના આધારે જમીન લઈ લેવાના 50 જેટલા કેસ તેમની પાસે આવ્યા છે. જે માટે હવે રાજ્ય સરકાર સતર્કતાથી પગલા ભરે તે માટે અલ્પેશ ઠાકોરે માંગ કરી છે.

ત્યારબાદ અલ્પેશ ઠાકોર સામે જમીન પચાવી પાડવાનો આરોપ નવઘણજી ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યો હતો. વિરમગામ પાસે સીતાપુરની જમીન પચાવી હોવાનો આક્ષેપ નવઘણજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર લગાવ્યો હતો.જેને લઈ સમગ્ર મામલે ઠાકોર સેના અને OBC, SC, ST એકતા મંચ હવે મેદાને આવ્યું છે. ઠાકોર સેના અને OBC, SC, ST એકતા મંચે નવઘણજી ઠાકોર વિરુદ્ધ પુરાવા રજુ કર્યા છે. જે પ્રમાણે નવઘણજી ઠાકોરે તેના પિતાના સગી ફોઈ સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.



અમદાવાદમાં મહિલા કેટલી સુરક્ષિત? નરાધમે મહિલાને અપશબ્દો બોલી, માર માર્યો અને કપડાં ફાડી નાંખ્યા

જે જમીનનો ન્યાય લેવા નવઘણજી ઠાકોર નીકળ્યા છે તે જમીન ખોટા પુરાવા સાથે નવઘણજીએ નામે કરાવી છે. નવઘનજીએ ખોટી રીતે વારસાઈ કરાવી કરોડો રૂપિયાની જમીન પોતાના નામ પર કરાવી છે. નવઘણજીએ જલુબેનના કોઈ વારસદાર નથી તેમ કહી કરોડોની જમીન નામે કર્યાનો ઠાકોર સેનાએ પુરાવા રજુ કર્યા હતા.

Sucess Story: 300 રૂ. ઉધાર લઇને બિસ્કીટ બનાવનારા 'રજની' આજે છે કરોડોના આયામી



જે જમીને લઇ આક્ષેપ થઇ રહ્યા છે તે, જમીન નવઘણજીએ 2007માં ખોટા કાગળો ઉભા કરી વેચી નાખ્યાના પુરાવા છે. ખોટી વારસાઈ કરાવી અને જમીન 2007માં જ વેચી નાખી છે. અલ્પેશ ઠાકોરને જમીનમાં બદનામ કરવામાં આવે છે તેમાં કોઈ લેવાદેવા નથી. 2007માં આ જમીન પાંચોટના પટેલ પરિવારને વેચી છે. જેના દસ્તાવેજ પુરાવા ઠાકોર સેનાએ રજુ કર્યા હતા.નવઘણજી ઠાકોરનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો આક્ષેપ ઠાકોર સેનાએ કર્યો છે.
Published by:Kaushal Pancholi
First published:December 19, 2020, 13:56 pm