મહિલાઓને રાત્રે ટેક્સી કે રિક્ષા ન મળે તો અમદાવાદ પોલીસ સુરક્ષિત રીતે ઘરે પહોંચાડશે


Updated: December 6, 2019, 1:00 PM IST
મહિલાઓને રાત્રે ટેક્સી કે રિક્ષા ન મળે તો અમદાવાદ પોલીસ સુરક્ષિત રીતે ઘરે પહોંચાડશે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ પોલીસે યાદ અપાવ્યું કે આ સુવિધા ગત વર્ષે મહિલા દીનથી જ શરૂ કરવામાં આવી છે. હૈદરાબાદ જેવી ઘટનાઓ બાદ પોલીસે ફરીથી પહેલ કરી.

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) હવે રાતે કોઈ યુવતીને (Female) ગાડીના મળે અથવા તે કોઈ એક જગ્યા થી બીજી જગ્યા જવા માંગતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે 100 નંબર પર ફોન કરશે તો તરત પોલીસની (Police) PCR આવી જશે. હૈદરાબાદમાં  યુવતી સાથે બનેલી બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરમાં મહિલાઓની સુરક્ષા (Female Safety) ને લઈ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે દેશની અલગ અલગ પોલીસ મહિલાઓની સુરક્ષા ને લઈ ચિંતિત છે અને કંઈ રીતે સારામાં સારી સુરક્ષા મહિલાઓને આપી શકાય તે માટે કર્યો કરી રહી છે.

અમદાવાદ પોલીસે એક સારો પ્રયાસ શરૂ કરવા જઈ રહી છે અને જેમાં હવે કોઈ પણ મહિલા ને રાતે Taxi અથવા અન્ય રીતે ઘરે અથવા અન્ય જગ્યા જવા માટે જરૂર હોય અને અસુરક્ષા અનુભવાય તો 100 નંબર પર ફોન કરી મદદ માંગી શકે છે, પોલીસ તેને મૂકવા જશે. અમદાવાદ પોલીસ ટ્વિટ  કરીને માહિતી આપી છે. નોંધનીય છે કે રાતે યુવતીઓ ની સુરક્ષા માટેે પોલીસ હવે તમામ પ્રયાસો કરી  રહી છે કે કોઈ બનાવ ના બને અને તેમની મદદ માટે અધિકારીઓ પણ ચર્ચા  કરી રહયા છે.

આ પણ વાંચો : હૈદરાબાદ એન્કાઉન્ટર સ્થળે પોલીસનું ફુલોથી સ્વાગત, ડીસીપી ઝિંદાબાદના લાગ્યા નારા

અમદાવાદ પોલીસે ટ્વીટમાં જણાવ્યું કે અમે વુમન્સ ડેના દિવસે વર્ષ 2018માં કાર્યક્રમ શરૂ કર્યો હતો.આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવાનો હેતુ હતો.  જો મહિલાઓને રાત્રે અસુરક્ષા અનુભવાય અને આવનજાવન માટે કોઈ સુવિધા ન હોય તો મહિલાઓ પોલીસનો સંપર્ક કરી શકે છે.  મહિલાઓ વુમન્સ હેલ્પલાઇન 181 અથવા તો 100 નંબર ડાયલ કરી અને સુવિધા મેળવી શકે છે.

 
First published: December 6, 2019, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading