અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સુરત મેટ્રોનું થયું ખાતમુહૂર્ત, જાણો કેટલો ખર્ચ થશે અને કેવી હશે સુવિધા

અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સુરત મેટ્રોનું થયું ખાતમુહૂર્ત, જાણો કેટલો ખર્ચ થશે અને કેવી હશે સુવિધા
ફાઇલ તસવીર

પ્રથમ તબક્કામાં 40 કિમિના બે તબક્કા રહેશે. કોરિડોર 1 સરથાણાથી ડ્રિમ સીટી 15.14 કિમિ જેમાં 14 એલિવેટેડ તો 6 ભૂગર્ભ સ્ટેશન હશે.

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના વધુ બે મહત્વના પ્રોજેકટનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું દિલ્લી ખાતેથી વર્ચ્યુલ શિલાન્યાસ કરવામાં આવ્યું. અમદાવાદ ફેઝ 2ના મેટ્રોના કામનું ખાતમુહૂર્ત થયુ જે મોટેરાથી ગાંધીનગરને જોડશે.

ફેઝ 2માં કુલ 22 એલિવેટેડ મેટ્રો સ્ટેશન હશેમોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર 22.8 કિમિનું નિર્માણ કરવામાં આવશે. તો ગુજરાત નેશનલ લો યુની. થી ગિફ્ટ સીટીને જોડાશે. જેનું અંતર 5.4 કિમિ રહેશે. ફેઝ 2માં કુલ 22 એલિવેટેડ મેટ્રો સ્ટેશન હશે. ભવિષ્યમાં સરદાર પટેલ અંતરરાષ્ટ્રીય હવાઈ મથકને જોડવાની જોગવાઈ પણ આ પ્રોજેકટમાં જોવા મળે છે. તો  સુરતના મેટ્રો કામનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું. પ્રથમ તબક્કામાં 40 કિમિના બે તબક્કા રહેશે. કોરિડોર 1 સરથાણાથી ડ્રિમ સીટી 15.14 કિમિ જેમાં 14 એલિવેટેડ તો 6 ભૂગર્ભ સ્ટેશન હશે. કોરિડોર 2 ભેસાણથી સરોલી 18.74 કિમિનો જેમાં 18 એલિવેટેડ સ્ટેશન રહેશે.

આ પ્રસંગે માનનીય રાજયપાલ  આચાર્ય દેવવ્રત, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતના  ગૃહમંત્રી  અમિત શાહ, ભારતના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડો.હરદીપ સિંઘ પુરી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સુરત દુનિયાનું ચોથા નંબરનું સૌથી ઝડપી વિકાસ પામતુ શહેર છે : PM મોદી

વ્યાજબી દરે સલામત, ઝડપી અને સરળ પરિવહન મળશે

ટ્રાફિક ભીડ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, મુસાફરીના સમયગાળાને ઘટાડવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે સાથે મળીને અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં શહેરી પરિવહન માટે એક મુખ્ય માળખાકીય સુવિધા બનાવવાનું નક્કી કર્યું છે. આ ઉદ્દેશ્યના અમલ માટે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) લિમિટેડ એસપીવીની સ્થાપના કરવામાં આવી છે.  જેનાથી લોકોને વ્યાજબી દરે સલામત, ઝડપી અને સરળ એવી રેલ આધારિત સામૂહિક પરિવહન સેવાઓ મળી રેહશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ 40, 03 કિ.મી છે

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2અમદાવાદ પૈટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે. જે અમદાવાદને ગાંધીનગર સાથે જોડે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ 40, 03 કિ.મી. છે જેમાંથી 6.5 કિ.મી. લંબાઈના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી જ કાર્યરત છે અને બાકી રહેલ 33.5 કિ.મી.ની કામગીરી ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી સાથે ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે. ફેઝ-2ના કોરિડોર-1ની લંબાઈ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 22.8 કિલોમીટરની છે. અને ભવિષ્યમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને જોડાય તે માટેની જોગવાઈ રાખેલ છે.  મોટેરા સ્ટેડીયમથી મહાત્મા મંદિર એલિવેટેડ કોરિડોરમાં 20 એલિવેટેડ સ્ટેશનો છે, જી, એન.એલ.યુ. થી ગીફ્ટ સીટી સુધીની 2 એલિવેટેડ સ્ટેશન સાથે કોરિડોર-2 ની લંબાઈ 5.4 કિલોમીટર છે, જેમાં જી.એન.એલ.યુ. પાસે મેટ્રો ટ્રેન ઇન્ટરચેંજ સુવિધા અને સાબરમતી નદી ઉપર પુલ છે.

PM મોદીએ ગુજરાતને આપી બે મોટી ભેટ, અમદાવાદ-સુરત મેટ્રો રેલનું કર્યું ખાતમુહૂર્ત

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નો કુલ ખર્ચ રૂ.5,384  કરોડ

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નો કુલ ખર્ચ રૂ.5,384  કરોડ છે.અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નો લાભ અમદાવાદ-ગાંધીનગરની 62.6લાખની વસ્તીને સલામત, સ્વચ્છ, વ્યાજબી અને ઝડપી વાહનવ્યવહાર સુવિધાનો લાભ મળશે.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંગે મહત્ત્વનું

આશરે 60 લાખની વસ્તી ધરાવતું સુરત એ ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. વર્તમાન પરિસ્થિતિમાં શહેરમાં કોઈ માસ રેપિડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ (એમઆરટીએસ) નથી, તેથી ભારત સરકાર તેમજ ગુજરાત સરકારે સુરતમાં એમઆરટીએસ સુવિધા વિકસાવાનું નક્કી કર્યું છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, બે ફોરિડોર સાથે કુલ 40.35 કિલોમીટરની લંબાઈનો છે. કોરિડોર-1 ની લંબાઈ 1.61 કિ.મી. અને કોરિડોર-2 ની લંબાઈ 18.74 કિ.મી.ની છે જેની યોજનાનો અંદાજિત પૂર્ણ ખર્ચ રૂ. 12,020 કરોડનો છે. કોરિડોર-1 સરથાણાથી ડ્રીમ સિટી સુધીનો છે, જેમાં 14 એલિવેટેડ મેટ્રો સ્ટેશનો અને 6 ભૂગર્ભ મેટ્રો સ્ટેશનોનો સમાવેશ થાય છે, કૌરિડોર-2 ભેસાણથી સરોલી સુધીનો છે, જેમાં 18 એલિવેટેડ મેટ્રો સ્ટેશનો છે. હાલમાં ડ્રીમ સિટી ડેપોથી કદરશાની નાલ સુધીના 9.88 કિ.મી. વાળા કૌરિરિડોર-1 ની પ્રાધાન્યતા લેવામાં આવી રહી છે જેમાં 10 એલિવેટેડ મૅટ્રો સ્ટેશન છે.

વડાપ્રધાનની કચેરી તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા સતત દેખરેખ અને માર્ગદર્શન સાથે આ પ્રોજેક્ટ ઐતિહાસિક શહેર અમદાવાદ, ગાંધીનગર અને સુરતને પર્યાવરણલક્ષી માસ, રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (એમઆરટીએસ) પ્રદાન કરશે. મેટ્રો પ્રોજેક્ટની રચના એવી રીતે કરવામાં આવી છે કે, તે કેટલાક મોટા રેલ્વે સ્ટેશનો, બસ ડેપો, કોલેજો, શાળાઓ, કચેરીઓ, રહેણાંક વિસ્તારો, વાણિજ્ય સ્થળો, મોલ્સ અને શહેરોના પર્યટન સ્થળો સાથે જોડાઈં પર્યાવરણને અનુકુળ, આરામદાયક અને તકલીફ વિનાની  ટ્રેન સેવા મળી રહે.
Published by:Kaushal Pancholi
First published:January 18, 2021, 12:36 pm

ટૉપ ન્યૂઝ