ઊંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખના અવસાન બાદ તેમની ઈચ્છા પૂરી કરવામાં આવી

kiran mehta | News18 Gujarati
Updated: December 30, 2017, 7:47 PM IST
ઊંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખના અવસાન બાદ તેમની ઈચ્છા પૂરી કરવામાં આવી
મના દેહને વડનગરની GMERS મેડિકલ કોલેજને દાન કરી દેવામાં આવ્યો...

મના દેહને વડનગરની GMERS મેડિકલ કોલેજને દાન કરી દેવામાં આવ્યો...

  • Share this:
ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખના અવસાન બાદ તેમની ઈચ્છા મુજબ તેમના મૃતદેહનું દેહદાન કરવામાં આવ્યુ. વિક્રમ ભાઈ આજીવન સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહ્યા હતા અને મૃત્યુ બાદ પણ તેમની ઈચ્છા હતી કે તેમના દેહનુ દાન કરી દેવામાં આવે અને તેમની ઈચ્છા મુજબ જ તેમના દેહને વડનગરની GMERS મેડિકલ કોલેજને દાન કરી દેવામાં આવ્યો જેથી કરીને મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મદદરૂપ થાય. આ કોલેજને અત્યાર સુધી 4 દેહદાન મળી ચુક્યા છે, અને વધુ દાન મળી રહે તે માટે અન્ય સંસ્થાઓ પણ કાર્યરત છે. વિક્રમભાઈના દેહ દાનથી મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તે ઘણુ ઉપયોગી થશે. કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને તબીબોએ વિક્રમભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ બન્યા ના બે માસ બાદ વિક્રમભાઈ પટેલ નું દેહઅંત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે વિક્રમ ભાઈ પટેલ પોતાના 87 વર્ષના જીવનકાળ માં સામાજિક અને રાજકીય પ્રવૃત્તિ ઓમાં જન સેવાના કાર્યને પ્રાધાન્ય આપી ઉમદા કરાયો કરાય હતા જેને આજે લોકો યાદ કરી રહ્યા છે તો પરિવારે વિક્રમભાઈ ની મૃત્યુ પછી દેહનું દાન કરવાની ઈચ્છા પૂર્ણ કરવા તાજેતરમાં નવનિર્મિત વડનગર GMERS મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે ઉપયોગી થઈ તેમના દેહનું દાન કર્યું હતું ત્યારે મેડિકલ કોલેજના તબીબો અને વિદ્યાર્થીઓ એ દાદાના દેહને પુષ્પઅંજલી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજીવન અભ્યાસના ઉપયોગ માટે વિક્રમભાઈના પાર્થિવ દેહને સ્વીકાર્યો હતો જોકે આ કોલેજને અત્યાર સુધી ચાર દેહદાન મળી ચુક્યા છે જેને લઇ મેડિકલ ક્ષેત્રે વડનગરની આ કોલેજને અભ્યાસ માટે સારો ફાયદો થશે સાથે હજુ વધુ દેહ આ કોલેજમાં દાન માટે મળી રહે તે પણ અન્ય સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે.

ઊંઝા જિલ્લાના પ્રસિધ્ધ ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ બન્યાના બે માસ બાદ જ વિક્રમભાઈ પટેલનું અવસાન થતા સમ્રગ પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વિક્રમભાઈ એ પોતાના 87 વર્ષના જીવનકાળમાં કરેલા રાજકીય અને સામાજીક પ્રવૃતિઓમાં જનસેવાના કાર્યને પ્રાધાન્ય આપી ઉમદા કાર્યો કરતા તેને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. ત્યારે વિક્રમભાઈના પરિવારે પણ તેમની અંતિમ ઈચ્છા પૂણ કરવા તાજેતરમાં નવનિર્મિત વડનગર GMERS મેડિકલ કોલેજ ખાતે મૃત્યુ બાદ તેમના મૃતદેહનું દાન કર્યુ. અને મેડિકલ કોલેજના તબીબો અને વિદ્યાથીઓ દ્રારા વિક્રમભાઈના દેહને શ્રદ્રાંજલી અર્પણ કરી આજીવન અભ્યાસ માટે તેમના મૃતદેહનો સ્વીકાર કર્યો.

ઉમિયામાતા સંસ્થાના પ્રમુક પદ પર ચૂંટાયાના બે માસ બાદ જ વિક્રમભાઈ પટલનુ અવસાન થયું. વિક્રમભાઈ પોતાના 87 વર્ષના જીનલકાળમાં કરેલા રાજકીય અને સામાજીક પ્રવૃતિઓમાં જનસેવાના કાર્યોને પ્રાધાન્ય આપતા હતા તે તેમણે તેમના મૃત્યુ બાદ પણ ચાલુ રાખીયું..વિક્રમભાઈએ પોતાના મૃતદેહને તાજેતરમાંજ નવનિર્મિત વડનગર GMERS મેડિકલ કોલેજ ખાતે વિદ્યાથીઓને અભ્યાસ માટે ઉપયોગી થાય તે માટે પોતાનો મૃતદેહ દાન કર્યો.ત્યારે મેડિકલ કોલેજના તબીબો અને વિદ્યાથીઓએ વિક્રમભાઈના દેહને શ્રદ્રાજલી કરી તેમના પ્રાથીવદેહનો સ્વીકાર કર્યો.જોકે આ કોલેજને અત્યાર સુધી વિક્રમભાઈ જેવા ચાર દાતાઓ મણી ચૂંકયા છે જેને લઈ મેડિકલ ક્ષેત્રે આ કોલેજને અભ્યાસ માટે સારો ફાયદો થઈ શકે છે.

ઊંઝાનગરના સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટમાં 17મો દેહ દાન કરાયો જેમાં વિક્રમભાઈની અંતિમ ઈચ્છા મુજબ તેમનો મૃતદેહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાથીઓને કામ આવે તેવી ભાવના થકી તેમના પરિવાર દ્રારા તેમનો મૃતદેહ દાન કરાયો. GMERS કોલેજ પરિવાર તેમજ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મળેલ દેહદાનનો સ્વીકાર કરી જણાવ્યુ કે આ દેહદાન GMERS મેડિકલ કોલેજમા અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાથીઓને સારા ડોકટર બનવા માટે ખુબજ ઉપયોગી છે તેવું જળાવ્યું સાથે જ વિક્રમભાઈ અને સદભાવના ચેરિટેબલ ટસ્ટનો પણ આભાર વ્યકત કર્યો.
First published: December 30, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading