Home /News /gujarat /ખેરાલુમાં રાયડાના સેમ્પલ પાસ કરાવા માટે રૂ.1000 લેતા હોવાનો વીડિયો વાયરલ

ખેરાલુમાં રાયડાના સેમ્પલ પાસ કરાવા માટે રૂ.1000 લેતા હોવાનો વીડિયો વાયરલ

ખેરાલુ માર્કેટ યાર્ડમાં રાયડા ખરીદી અંગેનો વાયરલ વીડિયો

તુવેર બાદ હવે રાયડાની ખરીદીમાં પણ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં સેમ્પલ પાસ કરવાના માટે રૂ.1000 લેતા હોવાનો ખુલાસો થયો છે.

    કેતન પટેલ, મહેસાણાઃ રાજ્યમાં ખૂબ જ ચગેલા મગફળી કાંડ બાદ ફરી એક વાર ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેરમાં ગોટાળો કરાયો હોવાની વિગોત બહાર આવી હતી. હવે રાયડાની ખરીદી અંગેના કૌભાંડનો વીડિયો વાયરલ થયો છે. તુવેર બાદ હવે રાયડાની ખરીદીમાં પણ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં સેમ્પલ પાસ કરવાના માટે રૂ.1000 લેતા હોવાનો ખુલાસો થયો છે.

    મહેસાણાના ખેરાલુમાં રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે સેમ્પલ પાસ કરાવવા કટકી કરાતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જોકે, ખેડૂતોએ વીડિયો બનાવી કટકીનો પર્દાફાશ કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રત્યેક સેમ્પલ 1000 રૂપિયા લેવાતા હોવાનો વીડિયો બનાવવામાં આવ્યો છે.

    વીડિયોના આધારે ખેડૂતોએ સેમ્પલ પાસ કરાવવા માટે રૂ.1000 લેતા હોવાનો ખુલાસો કર્યો છે. ખરીદી અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પુરવઠા મામલતદારની ટીમ એપીએમપી દોડી આવી હતી.

    આ ઉપરાંત સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરના તળાજામાંથી તુવેરની સરકાર દ્વારા ખરીદી થઇ રહી છે. ત્યારે તંત્રએ ખેડૂતોને તેના રિજેક્ટ માલ ઉપાડવા આદેશ કર્યો છે. રકઝક બાદ મામલો થાળે પડ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે નાફેડ દ્રારા બે વર્ષ દરમિયાન ખરીદાયેલી 17 કરોડની ૬૨ હજાર બોરી તુવેર વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાના ગોડાઉનમાં સડી રહી છે. બે વર્ષમાં ખેડુતો પાસેથી ખરીદાયેલી તુવેરો આજ સુધી એક પણ ગુણ વેચાઇ નથી. રૂપિયા 5500ના ભાવે ખરિદાયેલી તુવેર બે વર્ષ પછી હવે 3300 રૂપિયાના ભાવે વેચવામાં આવી રહી છે.

    2016 અને 2017 વર્ષ દરમિયાન છોટાઉદેપુર અને વડોદરા જીલ્લાના નાફેડના ખરીદ કેદ્ર મારફ્તે ખેડુતો પાસેથી 5500 રૂ. પ્રતિ કિવીંટલના ભાવે ખરીદેલી તુવેર બોડેલી બાજાર સમીતીમાં આવેલી માર્કેટના આઠ ગોડાઉન, વેર હાઉસ કોર્પોરેશનના ચાર ગોડાઉન અને વાઘોડિયાના ત્રણ ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવી હતી. તુવેરનો લાંબો સમય સંગ્રહ શક્ય નથી, તુવેર ૪ મહિના સારી રહે છે પછી તે સડવા લાગે છે, પરંતુ નાફેડ દ્રારા ખરીદાયેલી તુવેર બે વર્ષથી સંગ્રાયેલી છે.

    તુવેર પકાવતા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે નાફેડ દ્રારા ખેડુતો પાસેથી બાજાર ભાવ કરતા ઉચા ભાવે ખરીદાઇ હતી. ત્યારપછી આ તુવેર સંગ્રહ કરી મોટા વેપારીઓને ઓનલાઇન ભાવ ભરીને વેચાણ કરી નાફેડ નફો મેળવે છે પંરતુ ભાવ ઉચા હોવાથી વેચાઇ ન હતી. બે વર્ષ સતત તુવેર ખરીદી ચાલુ હતી વર્ષ 2017 અને 2018ના વર્ષમાં તુવેરની ખરીદી કરાઇ હતી અને તેનો પણ સંગ્રહ સાથે કરવામાં આવતો હતો.

    તુવેરને નાફેડ દ્રારા પિન્ટ કરાયેલા બારદાનમાં ભરતા પહેલા મશીનો દ્રારા સફાઇ કરવામાં આવતી હતી, જે તુવેર સંગ્રહ કરાઇ હતી તે એકદમ ચોખ્ખો માલ હતો 15 ગોડાઉનમાં 50 કિલોની એક એવી ૬૨ હજાર બોરી એટલે કે ૩૧૦૦ ટન તુવેર પડી હતી. કિમત17,05,00000રૂપિયાના માલ એમને એમ ગોડાઉનોમા પડી રહીને સડી ગયો. નાફેડ અને સરકારી તંત્રે આ સ્ટોકની હાલત અંગે કેમ કઇ વિચાર્યુ નહી તેવા પણ સવાલો ખેડુતોમાં ઉભા થઈ રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Kheralu, Video viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन