ગાંધીનગર: ગુજરાતના (Gujarat news) પ્રખ્યાત ગરબાને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO)દ્વારા આપવામાં આવેલા પ્રતિષ્ઠિત ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી (ICH) ટેગ મળવાની શક્યતાઓ ઉજળી બની છે. યુનેસ્કોની પ્રતિનિધિ યાદીમાં ગુજરાતની નવ દિવસના પરંપરાગત લોકગીતોને અંકિત કરવા માટેના પ્રયાસો તેજ થયા છે. જો આ પ્રયાસો સફળ રહેશે તો, ગરબા (Garba) યુનેસ્કોના અમુર્ત સાંસ્કૃતિક વારસા (Intangible Cultural Heritage) માં સ્થાન પામશે.
નોધનીય છે કે, ડિસેમ્બર, 2021ના રોજ, યુનેસ્કોએ કોલકાતાની દુર્ગા પૂજા ઉત્સવને ICH દરજ્જો આપ્યો હતો, તે માન્યતા પ્રાપ્ત કરનાર એશિયાનો પ્રથમ તહેવાર છે. જો ગરબાને આ યાદીમાં સ્થાન મળે તો ગરબા બીજો તહેવાર બની શકે છે.
પરંપરાગત લોકગીતોને અંકિત કરવાના પ્રયાસો તેજ બન્યા છે
આ અંગે સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય એક ડોઝિયર તૈયાર કરી રહ્યું છે. જે આ મહિનાના અંત સુધીમાં યુનેસ્કોને સુપરત કરવામાં આવશે. મંત્રાલયે, સંગીત નાટક અકાદમીની અમલીકરણ એજન્સી દ્વારા, એમએસ યુનિવર્સિટીની પ્રોજેક્ટ ટીમને કાર્ય સોંપ્યું છે.
મંત્રાલયના અધિકારીઓ ગયા અઠવાડિયે ગુજરાતનાં વડોદરામાં હતા. જ્યાં ટીમ સાથે પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભારતમાંથી 14 અમૂર્ત સાંસ્કૃતિક વારસો યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ છે, જે નીચે પ્રમાણે છે.