સીએમ વિજય રૂપાણીએ આજે રાજીનામું (Gujarat CM Vijay Rupani resignation) આપી દેતા ગુજરાતના રાજકારણમાં (Gujarat politics) ભૂકંપ આવી ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. વિજય રૂપાણી પહેલા રાજ્યનાં સીએમ આનંદીબેન પટેલે (EX CM Anandiben Patel) પણ આવી જ રીતે અચાનક રાજીનામું આપી દીધું હતું. આનંદીબેનના રાજીનામા બાદ સીએમ રૂપાણીને મુખ્યમંત્રીની જવાબદારી આપવામાં આવી હતી.
અચાનક રાજીનામું કેમ?
અચાનક રાજીનામું આપવાના અનેક કારણો લોકો પોતાની રીતે કાઢી રહ્યાં છે. પરંતુ વિજય રૂપાણીએ પોતે કારણ દર્શાવા જણાવ્યુ હતું કે, બીજેપી પાર્ટીમાં જેપણ કામગીરી જેને સોંપવામાં આવે છે તે અમે કાર્યકરો ઉપાડીએ છીએ. પરંતુ આ અચાનક રાજીનામા બાદ જે રાજકીય ગરમાવો આવ્યો છે તે તો કદાચ નવા સીએમના નામ બાદ જ ઠંડો થઇ શકે છે.
આપણે જાણીએ છીએ તેમ પૂર્વ સીએમ વિજય રૂપાણીએ 7 ઓગસ્ટ 2016ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીના શપથ લીધા હતા. ત્યાર બાદ 2018ના જાન્યુઆરીમાં વિજય રૂપાણી બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. આમ, આ સાત ઓગસ્ટે રાજ્યનું સુકાન સંભાળતા તેમને પાંચ વર્ષ પુરા થયા હતા. જે બાદ સતત અટકળો ચાલી રહી હતી કે, રાજ્યનાં મુખ્યમંત્રી રાજીનામું આપશે. હવે આ વાત કન્ફર્મ થયા બાદ ચર્ચા ચાલી રહી છે કે, બીજેપીના આગામી મુખ્યમંત્રી કોણ હશે.
વિજય રૂપાણી બાળપણથી જ આરએસએસ સાથે જોડાયેલા હતા
બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે આથી વારસાગત વિનમ્રતા તેમના વ્યક્તિત્વમાં પ્રબળપણે ઝળકી ઉઠે છે. તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે.
" isDesktop="true" id="1131990" >
ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. પોતાના કાર્યો અને સમર્પણ દ્વારા રોજિંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, તેના સિદ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે હમેશા અમલ કર્યો છે.