શનીનું કાળચક્ર: 3 જગ્યાએ બનેલા અકસ્માતમાં 3નાં મોત, 6 ઘાયલ

 • Share this:
  રાજ્યમાં આજે 3 અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ 3 લોકોના મોત થયા છે જ્યારે 6થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં 2 અકસ્માત બનાસકાંઠા જિલ્લાના છે જ્યારે 1 અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લાનો છે.

  વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે 4થી વધું લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.

  તો બીજી તરફ પાલનપુરના ખરોડીયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બે કાર વચ્ચે થયો હતો. જેમાં એકનું મોત અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. તો ઇજાગ્રસ્ત ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.

  આ તરફ સુરેન્દ્રનગરમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બડી-રાજકોટ નેશનલ હાઈ-વે પર સર્જાયો હતો. જેમાં એકનું મોત અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. તો ઇજાગ્રસ્ત ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.
  Published by:Nisha Kachhadiya
  First published: