બનાસકાંઠા : એસટી બસે ટ્રેક્ટરને મારી ટક્કર, મગફળીનું વેચાણ કરીને ઘરે જતા કાકા-ભત્રીજાનું મોત

બનાસ નદીના બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો

Accident in Banaskantha- બસની ટક્કરથી ટ્રેક્ટરમાં સવાર એક ખેડૂત રોડ પર પટકયો હતો જ્યારે અન્ય એક ખેડૂત ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં બંને ખેડૂતોએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskantha)ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર એસ.ટી.બસની ટક્કરથી કાકા - ભત્રીજા મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. મગફળીનું વેચાણ કરીને ખાતર ખરીદીને પરત જતાં આ અકસ્માત (Accident)સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ (Traffic jam)થયો હતો.

    બનાસ નદીના બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડીસાથી ધાનેરા જતી એસ.ટી.બસે આગળ જતાં ટ્રેકટરને ટક્કર મારતા આ અકસ્માત (Banaskantha Accident)સર્જાયો હતો. ટ્રેક્ટરમાં સવાર ખેડૂતો તાલેગઢ ગામના છે અને ડીસા મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા. મગફળીનું વેચાણ કર્યા બાદ ખાતરની ખરીદી કરીને પરત તાલેગઢ પહોંચી રહ્યા હતા તે દરમ્યાન બનાસ નદીના બ્રિજ પર પાછળથી આવી રહેલી ડિસાથી ધાનેરા જતી એસ.ટી.બસે ટક્કર મારી હતી. બસની ટક્કરથી ટ્રેક્ટરમાં સવાર બંને ખેડૂતોમાથી એક ખેડૂત રોડ પર પટકયો હતો જ્યારે અન્ય એક ખેડૂત ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં બંને ખેડૂતોએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો.

    આ પણ વાંચો - બનાસકાંઠા : ડીસામાંથી ઋત્વિક ઠક્કરનું અપહરણ, પ્રેમ પ્રકરણની અદાવત બન્યું કારણ

    આ ઘટનાને પગલે ડીસા બનાસ નદીના બ્રિજ પર ભારે ચક્કાજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલા ખેડૂતોમાં ભૂરભાઈ ધનરાજભાઈ ચૌધરી અને તેમના કાકા કાનજીભાઈ ચૌધરીનું મોત નીપજયું હતું.

    બનાસકાંઠાઃ હિટ એન્ડ રનમાં બે પિતરાઇ ભાઇઓના મોત

    બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવે છે. સુઈગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક આવી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. અજાણા વાહનની અડફેટે બાઈક આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ગોલગામ ખાતે રહેતા ત્રણ યુવકો બાઈક લઈને સુઈગામ હાઈવે પરથી પસાર થઈ જતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

    આ પણ વાંચો - સુરત : ટેક્સટાઇલ ડિઝાઇનરે પત્નીની હત્યા કરી, આવી રીતે થયો ખુલાસો

    અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવકો રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી બે પિતરાઈ ભાઈઓ મુકેશ આસોલ અને વિક્રમ આસોલના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા આજુબાજુના લોકોએ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
    Published by:Ashish Goyal
    First published: