આ સાથે જ અજાણી અને નવી જગ્યા હોવાને કારણે મહિલા તે સ્થાનથી પણ પરિચિત ન હતી.
Palanpur News: પોલીસે ઓનલાઈન ટ્રાન્સલેટરનો ઉપયોગ કરીને માહિતીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો અને ચાર કલાક પછી વીડિયો કોલ દ્વારા તેના પતિનો સંપર્ક કરવામાં સફળતા મેળવી હતી.
કિશોર તુવર, પાલનપુર : એક દિવ્યાંગ મહિલા તેના પતિના મિત્રો સાથે ઝઘડાને પગલે રેલ્વે સ્ટેશને રવાના થઈ હતી. ત્યારબાદ પાલનપુર (Palanpur)ના એક બહેરા (deaf) અને વાણી-વિકલાંગ (speech-impaired) દંપતીનું અભયમ (Abhayam) 181ના કાઉન્સેલરો દ્વારા મિલન કરાવવામાં આવ્યું હતું. મહિલા જે રેલ્વે સ્ટેશન ગયેલી મહિલા પોતાની સાથે સેલફોન લઈ જવાનું ભૂલી ગઈ હતી. આ સાથે જ અજાણી અને નવી જગ્યા હોવાને કારણે મહિલા તે સ્થાનથી પણ પરિચિત ન હતી.
કાઉન્સેલરો માટે ભાષા એક મોટો અવરોધ હતો કારણ કે મહિલા માત્ર કન્નડ અને સાંકેતિક ભાષામાં જ વાતચીત કરી શકતી હતી. આ કારણે શરૂઆતમાં કાઉન્સેલરોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દંપતી
29 વર્ષીય દિવ્યાંગ મહિલા મૈસુરની વતની છે, જ્યારે 39 વર્ષીય પુરુષ પાલનપુરનો વતની છે. આ કપલ ગયા વર્ષે સોશિયલ મીડિયા પર મળ્યા હતા. વિડીયો કોલ્સ દ્વારા મહિનાઓ સુધીની વાતચીત પછી તેમણે ફેબ્રુઆરીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. આ વ્યક્તિ એક મિત્ર સાથે મૈસુર ગયો અને મહિલાને પાલનપુર લઈ આવ્યો, જ્યાં બંનેએ લગ્ન કર્યા. આ મહિલાના બીજા લગ્ન છે. મહિલાને એક ચાર વર્ષની પુત્રી પણ છે, જ્યારે દિવ્યાંગ પુરુષના આ પ્રથમ લગ્ન છે.
સોમવારે તેઓ મિત્ર દંપતીના ઘરે હતા, ત્યારે મહિલાએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. ગુસ્સે થઈને મહિલા ત્યાંથી ચાલી ગઈ હતી અને પાલનપુર રેલ્વે સ્ટેશન પહોંચી. પ્લેટફોર્મ પર એક વ્યક્તિએ મહિલાને રડતી જોઈ અને અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો. જ્યારે કાઉન્સેલરો રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા અને તેમણે મહિલાને શોધી કાઢી. પછીથી તેમણે જોયું કે તે મહિલા સાંભળી અને બોલી શકતી નથી. પૂછપરછ કરતા મહિલાએ કાગળના ટુકડા પર તેના પતિ અને તેમના સામાન્ય મિત્રોના નામ અને સેલફોન નંબર લખ્યા હતા.
પોલીસે ઓનલાઈન ટ્રાન્સલેટરનો ઉપયોગ કરીને માહિતીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો અને ચાર કલાક પછી વીડિયો કોલ દ્વારા તેના પતિનો સંપર્ક કરવામાં સફળતા મેળવી હતી. પતિને જાણ થતા તે તરત જ રેલ્વે સ્ટેશન પહોંચ્યો હતો અને મહિલાને ઘરે લઈ ગયો હતો. આ તમામ અંગે કાઉન્સિલર જીનલ પરમારે જણાવ્યું હતું કે, પતિએ પત્નીને જોતા જ રાહતનો શ્વાસ લીધો અને તેને પોતાની સાથે ઘરે લઈ જવાની રજૂઆત કરી હતી. જીનલ જણાવે છે કે આ બંનેને સાથે જોઈને ખુબ આનંદ થયો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર