ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય (BJP Gandhinagar office Kamlam) ખાતે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના (AAP Protest) ઇસુદાન ગઢવી (AAP Gujarat leader Isudan Gadhvi liquor report) સહિતના નેતાઓ અને 500થી વધુ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને કમલમમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે ભાજપના મહિલા નેતા ડૉ. શ્રદ્ધા રાજપુત દ્વારા ઇસુદાન ગઢવી પર દારૂ પીને મહિલા કાર્યકરોની છેડતીનો આરોપ મુકવામાં આવ્યો હતો. જે બાદ ઇસુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ એફએસએલમાં (FSL) મોકલવામાં આવ્યું હતું. જેમાં ઇશુદાન ગઢવીએ દારૂ પીધો હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ આજે આપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, 'જીવનમાં મે ક્યારેય પણ દારૂ નથી પીધો.' આ ઉપરાંત આક્ષેપ લગાવતા જણાવ્યુ કે, સુપર સીએમ સીઆર પાટીલે (C R Patil) રિપોર્ટ બદલાવ્યો હોઈ શકે છે.
''મેં ક્યારેય જિંદગીમાં દારુ પીધો નથી''
ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, 13 દિવસના જેલવાસ બાદ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, મારો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું ખુલ્લા દિલથી પ્રામાણિકતાથી એક વાત કહેવા માંગુ છું કે, મેં ક્યારેય જિંદગીમાં દારુ પીધો નથી. જ્યારે તેમણે કહ્યું કે, તે દિવસે તમે લથડિયા ખાતા હતા, તમારો લીકર ટેસ્ટ કરાવવાનો છે. ત્યારે જ મેં કહ્યું હતુ કે, મારે પ્રાઇવેટમાં પણ આ ટેસ્ટ કરાવવો છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, ચિંતા ન કરો. ડોક્ટરે સિવિલમાં તપાસતા મારી વાસ પણ તપાસી પરંતુ કાંઇ આવી નહીં. જે બાદ પોલીસ લોકઅપમાં લઈ ગઈ, ત્યાં બ્રેથ એનેલાઇઝરથી ચેક કર્યું હતું તો મને કહ્યું કે વાંધો નહીં આવે. ટેસ્ટ નેગેટિવ છે.
'ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે'
તેમણે વધુમાં જણાવ્યુ કે, 'આ પહેલા પણ અનેક વિરોધ થયા છે, ભાજપે પણ કર્યા છે. દરેકમાં અત્યાર સુધી વિરોધ કરનારાઓને ડિટેઇન કરીને છોડી દેવામાં આવે છે. આ ઇતિહાસ છે. ત્યારે આ કેસમાં ઘણી કલમો લગાડી. મને ખબર છે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે. તમે ભાજપના નેતાઓને પૂછશો કે, સંતાનના સોગંદ ખાઇને કહો તો કહેશે કે, ઇસુદાનભાઇ દારૂ નથી પિતા. મને મારા રિપોર્ટ પર શંકા છે, રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની શંકા છે.રિપોર્ટમાં આલ્કોહોલ દર્શાવ્યો છે તે દબાણથી દર્શાવ્યો છે. હું પોલીસ સામે સામેથી જમીન સાથે હાજર થઈશ. મારો લાઈડિટેશન અને બ્રેનમેપિંગ ટેસ્ટ કરાવવામાં આવે.'
ઇસુદાને વધુમાં કહ્યું હતું કે, હું મોગલ અને સોનલ માને માનું છું અને જાહેરમાં સોગંદ ખાઈને કહું છું કે, 'હું દારૂ પીતો નથી. જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં આ ટેસ્ટ કરાવવામાં આવે. FSL માટે મારું લોહી લીધું તે લોહી સરકાર સાચવી રાખે. અમે તે લોહી અંગે કાયદાકીય લડત લડવા માંગીએ છીએ.'
આપ નેતા ઈસુદાન ગઢવી ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયા. ઈસુદાન સાથે વકીલ અને જામીનદાર પણ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા pic.twitter.com/WjDcckaxkl
મહત્ત્વનું છે કે, પેપર લીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા ગત 20મી ડિસેમ્બરના રોજ બપોરના સમયે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ, નિખિલ સવાણી સહિત 500 જેટલા કાર્યકરોએ કમલમમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો. આ ઉપરાંત ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. જેમાં ભાજપના મહિલા નેતા ડૉ. શ્રધૃધા રાજપુતે ગંભીર આરોપ મુક્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ મહિલા કાર્યકરોની છેડતી કરી હતી. સાથેસાથે ઇશુદાન ગઢવી દારૂના નશામાં હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર