ગાંધીનગર : ગુજરાતમાં સરકારી ભરતીમાં થયેલા અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનારા આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja)ની પોલીસ દ્વારા મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વિદ્યાસહાયકોના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહે પોલીસકર્મી (Gandhinagar Police) પર ગાડી ચઢાવી દીધી હતી સાથે જ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.
યુવરાજની ગાડીના કેમેરામાં જ ઘટના થઇ કેદ
આ કેસમાં હવે યુવરાજસિહની મુશ્કેલીઓ વધી છે. યુવરાજસિંહની ગાડીના કેમેરામાં જ પોલીસ પર ગાડી ચઢાવવાની આખી ઘટના કેદ થઇ છે. ગાંધીનગરના પોલીસે યુવરાજસિંહ સામે ગુનો દાખલ કર્યો છે.
રેન્જ આઇજી અભય ચુડાસમાના જણાવ્યા પ્રમાણે, વિદ્યાસહાયકોના કાર્યક્રમને મંજૂરી મળી ન હતી તે છતાં તેઓ ભેગા થયા હતા. જેના કારણે વિદ્યાસહાયકોની અટકાયત કરીને હેડક્વાર્ટર લાવવામાં આવ્યા હતા. યુવરાજસિંહ જાડેજા પણ તેમની પાછળ આવ્યા હતા અને પછી તેમણે વિદ્યાસહાયકોને ઉશ્કેર્યા હતા. જે સાથે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જે બાદ યુવરાજસિંહે ભાગવાનો પ્રસત્ન કર્યો પરંતુ પોલીસ કર્મીઓએ તેમને રોક્યા. તે દરમિયાન યુવરાજસિંહે પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ પર ગાઢી ચઢાવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બીજી પોલીસ આવી જતા તે ભાગવામાં સફળ થયા ન હતા. જેથી તેમના વિરુદ્ધ આવી હરકત કરવા બદલ 307ની કલમ નોંધાઇ છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, યુવરાજસિંહ પોતાની ગાડીમાં અન્યો માટે કેમેરો રાખ્યો છે. તે જ કેમેરામાં પોલીસકર્મી પર ગાડી ચઢાવવાનો હુમલો કેદ થયો હતો. પોલીસે ફોરેન્સિક એફએસએલની મદદથી તેનું એનાલિસીસી કરવામાં આવશે. આ સાથે મોબાઇલના કોલની પણ તપાસ કરવામાં આવશે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલી વધી, રેન્જ આઈજી અભય ચુડાસમાએ આપી માહિતી
આ અંગે ગાંધીનગરના એસ.પી. મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાસહાયકો સાથે મળીને યુવરાજસિંહ ગાંધીનગર ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા. જ્યાં યુવરાજ સિંહને અટકાવવામાં આવ્યા હતા.
ત્યારે તેમણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી. જેના લીધી યુવરાજસિંહની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર