બનાસડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠકો બિનહરીફ, શંકર ચૌધરી ફરી ચેરમેન તરીકે લગભગ નિશ્ચિત?

બનાસડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠકો બિનહરીફ, શંકર ચૌધરી ફરી ચેરમેન તરીકે લગભગ નિશ્ચિત?
બનાસડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠકો બિનહરીફ, શંકર ચૌધરી ફરી ચેરમેન તરીકે લગભગ નિશ્ચિત?

રાધનપુર ,દાંતીવાડા, લાખણી ,સુઇગામ ,અમીરગઢ , દાંતા, વાવ ,ધાનેરા ,સાંતલપુર બેઠકો બિનહરીફ થઈ

 • Share this:
  આનંદ જયસ્વાલ, પાલનપુર : એશિયાની સૌથી મોટી અને વર્ષે 12 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી માટે આજે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસ માવજીભાઈ દેસાઈએ પોતાનું ઉમેદવારી પત્ર ડીસા ખાતે ભર્યું હતું. જ્યાં તેમની સાથે બનાસકાંઠાના સાંસદ પરબત પટલે અને જિલ્લા ભાજપના પ્રમુખ કેસાજી ચૌહાણ સહિત અનેક સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

  ફોર્મ ભર્યા બાદ માવજીભાઈએ કહ્યું હતું કે મેં આજે મારુ ફોર્મ ભર્યું છે. જોકે વિરોધી પેનલ બનાવવા માટેના સવાલનો માવજીભાઈએ કોઈ જ જવાબ આપ્યો ન હતો. માવજીભાઈ દેસાઈની સાથે ફોર્મ ભરવા આવેલા બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે કહ્યું હતું કે કોઈ જ પેનલ બનાવવાની વાત જ નથી. ફોર્મ ભરવાની મુદત પુરી થયા બાદ અમે તમામ લોકો સાથે બેસીને કોઈ જ વિવાદ ન થાય તે દિશામાં પ્રયત્ન કરીશું.  આ પણ વાંચો - સુરત : ઇમાનદાર રત્નકલાકારે રસ્તા પરથી મળેલા 9 લાખના હીરા માલિકને પરત આપ્યા

  બનાસડેરીના ચૂંટણીમાં કુલ 37 ફોર્મ ભરાયા છે. જેમાં 16 બેઠકો ધરાવતી આ ચૂંટણીમાં નવ બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે સાત બેઠકો પર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ નિર્ણય થશે. આજે ચૂંટણી ફોર્મ ભરવાની અંતિમ તારીખના અંતે 37 ફોર્મ રજૂ થયા હતા. રાધનપુર ,દાંતીવાડા, લાખણી ,સુઇગામ ,અમીરગઢ , દાંતા, વાવ ,ધાનેરા ,સાંતલપુર બેઠકો બિનહરીફ થઈ છે. આ બેઠકો પર કોઈ હરિફ ઉમેદવાર મળ્યો જ નહીં. જેથી બનાસડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે કે ફરી એક વાત બનાસડેરીના સત્તાના સુકાન બહુમતીથી શંકર ચૌધરી સત્તા સ્થાને આવશે.

  આગામી સમયમાં બનાસડેરીની બાકી રહેલી બેઠકો પર ચૂંટણી થશે કે કેમ તેને લઈને પણ અસમંજસ છે. બનાસડેરી ચૂંટણી મામલે ચૂંટણી અધિકારી એફ એ બાબીએ જણાવ્યું હતું કે આઠ બેઠકો પર ઉમેદવાર જ નથી, જ્યારે એક બેઠક પર પતિ પત્ની ઉમેદવાર છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચૂંટણી જંગમાં ફરી એકવાર શંકર ચૌધરીનો દબદબો સાબિત થયો છે. 16 બેઠકોની ચૂંટણીને લઈને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લા દિવસે નવ બેઠકો બિનહરીફ થઈ છે. નવ બેઠકો બિનહરીફ હતા શંકર ચૌધરી ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન બનીને બનાસડેરીની સત્તા ઉપર આરૂઢ થશે તે નક્કી થઈ ગયું છે.
  Published by:Ashish Goyal
  First published:September 29, 2020, 20:42 pm

  ટૉપ ન્યૂઝ