
હાઇલાઇટ્સ
માલવણ-અમદાવાદ હાઈવે પર ટ્રકમાં આગ,
ટ્રકમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ
ડ્રાઈવર અને ક્લિનરનો આબાદ બચાવ
ઢોર નિયંત્રણ મુદ્દે થયેલી જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી
ઢોર નિયંત્રણ બિલ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલનું નિવેદન
સાબરકાંઠામાં વિજયનગરના ભાભુડી ગામના ખેતરમાં પોલીસે બાતમીના આધારે વાવેતર કરાયેલો 34.580 કિલો ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગરમાં વઢવાણની ભોગાવો નદીમાં 3 બાળકો ડૂબતા 2 બાળકોના મોત, 1 બાળકનો બચાવ
ખેડાના ડાકોરમાં 72 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર મુખ્ય આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો.
બનાસકાંઠાના ડીસામાં મુક્બધીર બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યાના કેસમાં આજે ચૂકાદો આવશે.
વડોદરામાં ડ્રામા આર્ટીસ્ટ પ્રાચી મોર્યની હત્યાના કેસમાં આરોપી વસીમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.
ભાવનગરના જુના બંદર રોડ પાસે ટેન્કરમાંથી 400 લીટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયું
આજે શુક્રવાર, 8 એપ્રિલ 2022 (8th April,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબહેન પટેલ આજે શિલજમાં સરકારી શાળાનું લોકાર્પણ કરશે, પક્ષના કાર્યકરો સાથે મુલાકાત કરશે, અંબાજીમાં આજથી 51 શકિતપીઠ મહોત્સવ, ગબ્બરની તળેટીથી પરિક્રમાનો મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે. અંબાજીમાં આજે રાત્રે દેશનો સૌથી મોટો લાઈટ શો યોજાશે. કેન્દ્રિય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજે જામનગરમાં, વડાપ્રધાનના કાર્યક્રમને લઈને પ્રેસ કોન્ફરન્સ કરશે. વડાપ્રધાન મોદી ઔષધિ આધારીત દવાઓના રિસર્ચ માટેના 'ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન' બિલ્ડિંગ 19મી એપ્રિલે લોકાર્પણ કરશે. સોલાર ઉર્જાના ઉપયોગમાં સુરત પ્રથમ ક્રમે, શહેરના 42 હજાર મકાનોની છત પર લાગ્યા રૂફટોપ, દેશમાં સુરતનું યોગદાન 3.16 ટકા, સુરતમાં સોલાર ઉર્જા માટે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે આજે રાજયમાં વર્ગ 3ના કર્મચારોઓના ધરણા કરશે. સરકાર અને તબીબો વચ્ચેની બેઠક નિષ્ફળ જતાં હડતાળ યથાવતનું તબીબોનું એલાન.