બનાસકાંઠા (Banaskantha)જિલ્લાના અમીરગઢમાં (Amirgadh) રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો એક પશુપાલક (Animal) પરિવારના વાડામાંથી 82 બકરા (Goat)ની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે.
આ મામલે પશુપાલકે લેખિત ફરિયાદ કરતાં અમીરગઢ પોલીસે બકરા ચોરની શોધખોળ હાથ ધરી છે
બનાસકાંઠાના અમીરગઢમાં બકરા ચોરીની ઘટના સામે આવી છે. જેમાં અમીરગઢ ખાતે રહેતા રબારી જોરાજી પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા હતા.
તે દરમિયાન ગત મોડી રાત્રે તેઓ તેમની માલિકીના 150 બકરા વાડામાં રાખી પોતાના પરિવાર સાથે મકાનમાં સુઇ રહ્યા હતા.
આ દરમિયાન અજાણ્યા શખ્સો રાત્રિના સમયે તેમના વાડામાંથી 82 બકરાઓ ની ચોરી કરી ગયા હતા. વહેલી સવારે આ બનાવ અંગેની જાણ થતાં જ જોરાજી રબારીએ તાત્કાલિક અમીરગઢ પોલીસને જાણ કરી હતી અને લેખિત ફરિયાદ કરતા અમીરગઢ પોલીસે અજાણ્યા બકરા ચોર ની શોધખોળ હાથ ધરી છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર