Home /News /gujarat /મસુરીમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તો બ્લોક થતા રાજ્યના 75 પ્રવાસીઓ ફસાયા

મસુરીમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તો બ્લોક થતા રાજ્યના 75 પ્રવાસીઓ ફસાયા

મૂળ ગોઝારિયાના આ પ્રવાસીઓએ તેમના સંબંધીઓને મોકલેલી તસવીર

મહેસાણાના ગોઝારિયાના 75 જેટલા પ્રવાસીઓ ફસાયા, બે બસોમાં પ્રવાસ ગયો હતો હિમવર્ષના કારણે અટવાઈ ગયા

અમદાવાદ : ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષના કારણે મસુરીમાં ફરવા ગયેલા રાજ્યના પ્રવાસીઓ અટવાયા છે. રાજ્યના મહેસાણા જિલ્લાના ગોઝારિયાના 75 પ્રવાસીઓ હિમવર્ષના કારણે રસ્તો બ્લોક થઈ જતાં અટવાઈ ગયા છે. મહેસાણાના ગોઝારિયાથી આ પ્રવાસીઓ 2 બસ ભરી અને ઉત્તર ગુજરાતમાં ફરવા માટે ગયા હતા.

પ્રવાસીઓ એક નાનકડાં ગામમાં ફસાયા છે. આગળ અથવા તો પાછળ બસ જઈ શકતી નથી. ન્યૂઝ 18 ગુજરાતીઓને મળેલી એક્સક્લુઝિવ માહિતી અને વીડિયોમાં ફસાયેલા રાજ્યના પ્રવાસીઓ મદદ માંગી રહ્યા છે. રાજ્યના પ્રવાસીઓને કેવી રીતે આ પ્રવાસીઓને બહાર કાઢવામાં આવશે તેની પરિવારને ચિંતા છે.

આ પણ વાંચો :  રાજકોટમાં લુખ્ખાઓ બેફામ! B ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ પર પાંચ શખ્સોએ હુમલો કર્યો

તંત્ર મદદે નથી આવ્યું

પરિવારજનો પાસેથી મદદ માંગી રહેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ ગઈકાલથી ફસાયા છે. આ પ્રવાસીઓમાં મહિલાઓ, બાળકો પણ છે. પરંતુ બરફના કારણે હોટેલોની સ્થિતિ પણ કફોડીથી ખોરાકનો પૂરતો જથ્થો છે કે નહીં તેની પણ માહિતી નથી. આમ આ પ્રવાસીઓને મદદની જરૂર છે.

આ પણ વાંચો :  રાજકોટ : ગોંડલના મોવીયા ગામે સગા બાપે જ દીકરાની હત્યા કરી!

પ્રવાસીઓને ઍરલિફ્ટ કરવા પડે તેવી સ્થિતી

મહેસાણાના ગોઝારિયાના આ પ્રવાસીઓએ પોતાના પરિવારજનોને જણાવ્યા મુજબ તેઓ જે સ્થળે અટવાયા છે ત્યાંથી આગળ કે પાછળ ટૂરિસ્ટ બસ જઈ શકે તેમ નથી. બરફના કારણે માર્ગ ક્યારે ખૂલશે તે પણ ખબર નથી આથી તેમને ઍરલિફ્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની મદદ આપવામાં આવી નથી.
First published:

Tags: ગુજરાતી