પાલનપુર: આગામી સપ્તાહમાં 6 ટ્રેન થઇ છે રદ, અનેકના બદલાયા રૂટ

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં પાલનપુર-કરજોડા રેલવે સ્ટેશનની વચ્ચે ટ્રેક ડબલીંગની કામગીરી પછી હવે સિગ્નલ સિસ્ટમ માટે ઇલેટ્રોનીક ઇન્ટરલોકીંગનું કામ હાથ ધરાઇ રહ્યું છે. જેને કારણે તા.16થી એટલે આજથી 22 નવેમ્બર સુધીમાં આ રૂટ પરથી પસાર થતી છ ટ્રેનોને રદ કરવામાં આવી છે. ઉપરાંત દશ જેટલી ટ્રેનોને આંશિક રદ કરાઇ છે. તેમજ 9 જેટલી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  જો તમારે આ હાલાકીનો સામનો ન કરવો હોય તો અહીં આપેલી ટ્રેનોના નામ ધ્યાનમાં રાખો. નીચે પ્રમાણેની ટ્રેનો રદ રહેશે.

  • મહેસાણા-આબુ-મહેસાણા ડેમુ પેસેન્જર ટ્રેન રહેશે રદ

  • અમદાવાદ-અજમેર-અમદાવાદ એક્સપ્રેસ રદ

  • પાલનપુર-ભુજ ટ્રેન પાલનપુર-ભીલડી વચ્ચે રદ

  • અમદાવાદ-જોધપુર ટ્રેન અમદાવાદ-આબુ રોડ વચ્ચે રદ

  • જયપુર-અમદાવાદ ટ્રેન અમદાવાદ-આબુરોડ વચ્ચે રદ

  • પાલનપુર-જોધપુર ટ્રેન પાલનપુર-ભીલડી વચ્ચે રદ


  આંશિક ટ્રેનો રદ રહેશે

  આ દરમિયાન ગાંધીધામ-પાલનપુર, પાલનપુર-ભુજ, ભુજ-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ, જયપુર-પાલનપુર , પાલનપુર-જોધપુર ટ્રેનો પાલનપુર-ભિલડી વચ્ચે રદ રહશે. જ્યારે જોધપુર-અમદાવાદ, અમદાવાદ-જોધપુર, જયપુર-અમદાવાદ, અમદાવાદ-જયપુર ટ્રેન અમદાવાદ-આબુ રોડ વચ્ચે રદ રહેશે.

  આ ટ્રેનોના રૂટ કરાયા ડાયવર્ટ

  આ ઉપરાંત બાન્દ્રા ટર્મિનસ-જયપુર, દાદર-ભુજ એક્સપ્રેસ, અમદાવાદ-હરિદ્વારા યોગા એક્સપ્રેસ, અમદાવાદ-હરિદ્વારા યોગા એક્સપ્રેસ, અમદાવાદ-ગ્યાલિયર-અમદાવાદ એક્સપ્રેસ, આગરા કેંન્ટ-અમદાવાદ-આગરા કેંન્ટ, કોલકાતા-અમદાવાદ-કોલકાતા, યશવતપુર-બાડમેર એક્સપ્રેસ, પુરી-અમજેર અને બિકાનેર-દાદર એક્સપ્રેસ ટ્રેનોને અન્ય રૂટો પરથી દોડાવવાનું આયોજન કરાયું છે.

  ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા ટ્રેનની જાણકારી મેળવવી જરૂરી

  22મી તારીખ સુધીમાં 23 જેટલી ટ્રેનોના શિડયુલ, રૂટમાં ફેરફાર થયો છે. રેલવેતંત્ર દ્વારા મુસાફરોને રેલવેના હેલ્પલાઇન નંબર, વેબસાઇટ પરથી માહિતી મેળવીને મુસાફરી કરવાની વિનંતી કરી છે.
  Published by:Kaushal Pancholi
  First published: