સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો આજે પણ ચાલુ રહ્યો છે. જોકે, આજે કિંમતમાં નજીવો ઘટાડો થયો છે. આજે સવારે 10:25 વાગ્યે એમસીએક્સ (MCX) પર સોનું 0.01 ટકા અને ચાંદી 0.04 ટકા તૂટીને ટ્રેડ કરી રહ્યા હતા. જો તમે કિંમતી ધાતુની ખરીદી કરવા માંગો છો તો તમારા માટે સારો માકો છે. કારણ કે સોનું હજુ રેકોર્ડ (Gold record price) કિંમતથી ખૂબ સસ્તા ભાવ મળી રહ્યું છે. આજે સવારે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર સોનું 0.01 ટકા ઘટીને 51,526 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.04 ટકા ઘટીને 66,268 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.