મહેસાણા : મહેસાણાના વિજાપુર પાસે આવેલા લાડોલની સીમમાં એક જ પરિવારના 4 લોકોએ મોતની છલાંગ લગાવી છે. અવાવરું કુવામાં એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો સામેલ છે.
કુટુંબીજનોના આંતરિક કલેહના કારણે ઘટના બની હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પતિ-પત્નીએ બે બાળકો સાથે કુવામાં પડતા ગામમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કુવામાં પડેલા 4 સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે. પતિ-પત્ની અને એક બાળકનો બચાવ થયો છે. ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.