નડિયાદમાં 20 વર્ષ જૂનું એપાર્ટમેન્ટ ધરાશાયી, 4 લોકોનાં મોત, 5નું રેસ્ક્યૂ કરાયું

નડિયાદમાં 20 વર્ષ જૂનું એપાર્ટમેન્ટ ધરાશાયી, 4 લોકોનાં મોત, 5નું રેસ્ક્યૂ કરાયું
નડિયાદમાં રહેણાક એપાર્ટમેન્ટ ધરાસાયી, અનેક લોકો દટાયા

નડિયાદમાં રહેણાક એપાર્ટમેન્ટ ધરાસાયી, અનેક લોકો દટાયા

 • Share this:
  જનક જાગીરદાર, ખેડા : નડિયાદમાં એક 20 વર્ષ જૂનું રહેણાક એપાર્ટમેન્ટ ધરાશાયી થઇ હતું, જેમાં કાટમાળ નીચે દટાઈ જવાનાં કારણે 4 લોકોનાં મોત થયા છે જ્યારે પાંચ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

  મકાન ધરાશાયી થતાં તાત્કાલિક ફાયર સેફ્ટી વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તેની સાથોસાથ સ્થાનિકોની મદદથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.  પ્રાથમિક વિગત પ્રમાણે નડિયાદમાં આવેલું પ્રગતિનગર એપાર્ટમેન્ટ ધરાશાયી થઇ ગયું. આ ઇમારતમાં કેટલાક લોકો રહેતા હતા, તો સ્થાનિકોના કહેવા પ્રમાણે ઇમારતમાં સાતથી આઠ લોકો દટાયા છે. તો ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને બે લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.

  સ્થાનિકોની મદદથી કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.


  પોલીસ ટીમના જણાવ્યા પ્રમાણે પ્રગતિનગર એપાર્ટમેન્ટમાં 10 ફ્લેટ હતા, જેમાં બે ફ્લેટમાં બે પરિવારો રહેતા હતા. આ એપાર્ટમેન્ટ 20 વર્ષ જૂનું હતું. તો રાતના સમયે બનેલી ઘટનાને કારણે પરિવારના તમામ સભ્યો ઘરે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે હાલ સ્થાનિકોની મદદથી કાટમાળમાં દટાયેલા લોકોને ફાયર ટીમ રેસ્ક્યૂ કરી રહી છે.
  First published:August 09, 2019, 23:35 pm

  टॉप स्टोरीज