મહેસાણા : મહેસાણા તાલુકાના મંડાલી હાઇવે પર ટુંડાલીની સીમમાં આવેલી સોમેશ્વર જીઆઇડીસીમાં રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી કેમિકલના સંપર્કમાં આવતા 3 મજૂરના મોતની ઘટના સામે આવી છે. કેમિકલ ભરેલી ટાંકી સાફ કરી રહ્યા હતા ત્યારે ગેસનું પ્રેશર વધતાં થયેલા ઝેરી ધુમાડાને કારણે બેભાન થઇ ગયેલા 3 શ્રમિકોનાં મોત થયા હતા.
ઝેરી કેમિકલના સંપર્કમાં આવતા 3 મજૂરના મોત થયા છે. સેફટી સાધનો વિના ઝેરી કેમિકલના સંપર્કમાં આવ્યા હતા. આ મામલે ફેક્ટરીના માલિકો મિતુલ મિસ્ત્રી અને રવિ પટેલ સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.