liveLIVE NOW

Live news update: PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી: સૂત્રો

2nd March 2022 Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

 • News18 Gujarati
 • | March 02, 2022, 21:30 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 7 MONTHS AGO

  હાઇલાઇટ્સ

  21:33 (IST)

  યુએનને આશંકા છે કે યુક્રેનના શરણાર્થીઓની સંખ્યા 10 લાખને વટાવી શકે છે
  યુએન શરણાર્થી એજન્સીએ કહ્યું છે કે રશિયા દ્વારા ગયા સપ્તાહે થયેલા હુમલા બાદ યુક્રેનમાંથી 874 હજારથી વધુ લોકો દેશ છોડીને ભાગી ગયા છે અને આ આંકડો 'ગુણાત્મક રીતે' વધી રહ્યો છે અને થોડા કલાકો પછી આ સંખ્યા 10 લાખને પાર થવાની સંભાવના છે.

  21:31 (IST)

  PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી: સૂત્રો
  યુક્રેન સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે બંને દેશોના નેતાઓ વચ્ચે 6 દિવસમાં આ બીજી વાતચીત હતી. જો કે આ વાતચીતની વિગતો હજુ સુધી બહાર આવી નથી.

  21:4 (IST)

  યુએનને આશંકા છે કે યુક્રેનના શરણાર્થીઓની સંખ્યા 10 લાખને વટાવી શકે છે
  યુએન શરણાર્થી એજન્સીએ કહ્યું છે કે રશિયા દ્વારા ગયા સપ્તાહે થયેલા હુમલા બાદ યુક્રેનમાંથી 874 હજારથી વધુ લોકો દેશ છોડીને ભાગી ગયા છે અને આ આંકડો 'ગુણાત્મક રીતે' વધી રહ્યો છે અને થોડા કલાકો પછી આ સંખ્યા 10 લાખને પાર થવાની સંભાવના છે.

  20:21 (IST)

  શું PM મોદી આજે રાત્રે ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરશે, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે
  જ્યારે પૂછવામાં આવ્યું કે શું પીએમ મોદી આજે રાત્રે ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરશે તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે વડાપ્રધાન ઘણા દેશોના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. જ્યારે પણ આવી વાતચીત થાય છે ત્યારે અમે તેને તમારી સાથે શેર કરીએ છીએ. હું અગાઉથી કંઈ કહેવા માંગતો નથી.

  16:49 (IST)

  યુક્રેનમાં ફસાયેલા 60 ટકા ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા: કેન્દ્રએ કેરળ હાઈકોર્ટને જણાવ્યું
  કેન્દ્રએ કેરળ હાઈકોર્ટને જણાવ્યું હતું કે રશિયન હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિત અંદાજિત 20,000 ભારતીયોમાંથી 60 ટકા યુક્રેનની સરહદ પાર કરી ચૂક્યા છે અને બાકીના લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

  આજે બુધવાર, માર્ચ 2022 (March,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ (Gujarat budget 2022) સત્ર શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પહેલું બજેટ સત્ર છે. તો વિપક્ષ નેતા બન્યા બાદ સુખરામ રાઠવા પહેલીવાર ગૃહમાં આવશે. આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે. મંગળવારે, સાવલી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખના પુત્ર ગુમ થયા બાદ તળાવમાંથી મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા છે. યુક્રેનમાં 1368 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયેલા છે. અત્યાર સુધી ગુજરાતના 123 વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા અંતર્ગત પરત લાવવામાં આવ્યા છે.
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन