આજે સોમવાર, 28મી ફેબ્રુઆરી, 2022 (28 February,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રશિયા યૂક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને કારણે ઓપરેશન ગંગા હેઠળ યૂક્રેનથી દિલ્હી આવેલા 194 વિદ્યાર્થીઓમાંથી તમામ ગુજરાતી વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર આવ્યાં બાદ તમામ વિદ્યાર્થીઓને તેમના ઘરે મોકલવામાં આવશે. અંદાજે 100 ગુજરાતી વિદ્યાર્થીઓ આજે પરત ફરશે, અત્યાર સુધીમાં 4 ફલાઈટમાં 907 વિદ્યાર્થીઓ પરત ફર્યા છે. આ સાથે શિવરાત્રી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભવનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરશે, સાધં સંતોના આશિર્વાદ લેશે.