liveLIVE NOW

Live news update: તાપી પાર રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત, નિર્મલા સીતારામન તથા ગજેન્દ્ર શેખાવત સાથે થઈ બેઠક

28th March 2022 Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | March 28, 2022, 20:54 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO

    હાઇલાઇટ્સ

    20:54 (IST)

    તાપી પાર રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત, નિર્મલા સીતારામન તથા ગજેન્દ્ર શેખાવત સાથે થઈ બેઠક

    20:41 (IST)

    બનાસકાંઠા: પાલનપુરના SBપુરા પાટિયા પાસે અકસ્માત
    ઇનોવા કાર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત
    અકસ્માતમાં 1 એક વ્યક્તિનું મોત

    17:41 (IST)

    ખોડલધામના પ્રમુખનું મોટુ નિવેદન
    હાલ સમાજની સમિતિ સર્વે કરી રહી છે
    રાજકારણમાં આવું તો ચેરમેન છોડવું પડેઃ નરેશ પટેલ

    17:38 (IST)

    કોંગ્રસના આક્ષેપો પર જીતુ વાઘાણીનો જવાબ, જે ફૂટેલા હોય છે તેમને બધુ ફૂટેલું જ દેખાય છે. યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે કોંગ્રેસ

    17:4 (IST)

    લગ્નના 10 દિવસમાં પત્ની દાગીના લઈને નાસી જતા યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

    અસલાલી પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી

    યુવકના 4 લગ્ન નિષ્ફળ જતા પાંચમી વાર લગ્ન કર્યા હતા

    પોલીસે ફરાર દુલ્હન અને તેની માતાની શોધખોળ શરૂ કરી

    15:29 (IST)
    15:29 (IST)
    14:25 (IST)
    આજે સોમવાર, 28મી માર્ચ 2022 (28 March, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે વિધાનસભામાં પેપર કોપીકેસના પડધા પડે તેવી સંભાવના, સવારે 10 વાગ્યાથી ગૃહની કાર્યવાહી શરૂ થશે.
    આજથી ધોરણ 10થી 12ની પરીક્ષા શરૂ થઇ રહી છે. કેન્દ્રિય ટ્રેડ યુનિયનોના એક ફોરમ દ્વારા આજથી બે દિવસ માટે 'ભારત બંધ'નું એલાન. જેમાં અનેક બેંક, પોસ્ટલ, ઈન્કમ ટેક્સ, ઈન્સ્યોરન્સ સહિતના સેક્ટરના કર્મીઓ જોડાવવાના છે. આજે દેશવ્યાપી બેંક હડતાળમાં રાજયના 40 હજાર કર્મચારી જોડાશે.
    ગાંધીનગરમાં બેરોજગારીને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરશે. કેરીના રસિયાઓ માટે સારા સમાચાર છે. કેસર કેરીનું બજારમાં આગમન થયું છે. હાલ બોક્ષના 1500-2000 રૂપિયા ભાવ બોલાઇ રહ્યો છે.