સુઇગામના નડાબેટ પાસે જીપડાલાએ પલટી મારી, ચૌધરી પટેલ પરિવારના 27 લોકો ઇજાગ્રસ્ત

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી રાહત કામગીરી ઝડપી કરવા સ્ટાફને સૂચના આપી હતી

accident in Banaskantha- ચૌધરી પટેલ સમાજના લોકો નડેશ્વરી માતાજીના દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત નડ્યો

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠા (Banaskantha)જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે મોડી સાંજે જીપડાલુ પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં (Accident)27 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. નડેશ્વરી માતાજીના (Nadeshwari Mataji)દર્શન કરી પરત ફરતી વખતે જીપડાલુ પલટી ખાતા એક જ સમાજના ચૌધરી પટેલ પરિવારને (Chaudhary Patel family)અકસ્માત નડયો હતો.

    સુઈગામના નડાબેટ પાસે મોડી સાંજે જીપડાલુ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. વાવ તાલુકાના માધપુરા ગામના ચૌધરી પટેલ સમાજના લોકો નડેશ્વરી માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે નડાબેટ નજીક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા જીપડાલુ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

    આ પણ વાંચો - વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં ભાષણ આપ્યું, વડીલોની મર્યાદા જાળવી, જુઓ Video

    અકસ્માતમાં જીપડાલામાં બેઠેલા મહિલાઓ સહિત 27 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુઈગામ અને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. ઘટનાની જાણ થતાં જ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી રાહત કામગીરી ઝડપી કરવા સ્ટાફને સૂચના આપી હતી. એક જ પટેલ પરિવારના 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સમાજના ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા.

    આ પણ વાંચો - જાનમાં જતા હતા પણ મળ્યું મોત, કારનો અકસ્માત થતા 4 લોકો કાળને ભેટ્યા

    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત, ત્રણના મોત

    વલસાડ: જિલ્લાના ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ચારથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. મૃતકોમાં ઉમરગામ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશભાઈ ધોડી અને તેમના પત્ની સામેલ છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો છે. કન્ટેનર ચાલકે ગફલતભરી રીતે હંકારી અને એક ટેમ્પોને ટક્કર મારી હતી. ટેમ્પોને ટક્કર વાગતાં જ ટેમ્પો હાઇવેની અન્ય સાઈડમાં ફંગોળાયો હતો. આથી ટેમ્પો હાઇવે પસાર થતી એક લક્ઝરી સાથે અથડાયો હતો. જેથી આ ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
    Published by:Ashish Goyal
    First published: