સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવી વાતો ચર્ચાઇ રહી હતી. જે પ્રમાણે, પોરબંદરના કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપમાં જોડાશે તેવી અનેક અટકળો ચાલી રહી હતી. કાંધલ જાડેજાએ ભાજપ પ્રદેશ પ્રમખુ સી.આર. પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. જેથી ચર્ચાઓને વેગ મળ્યુ હતુ. પરંતુ NCP નેતા, રેશ્મા પટેલે આ અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યુ છે કે, કાંધલ જાડેજા હાલ NCPસાથે જ છે ભાજપ સાથે નહીં જોડાય.