PM Modi in Gujarat: આજે બુધવાર, 20મી માર્ચ 2022 (20th March, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજીત ગ્લોબલ આયુષ ઈન્વેસમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સવારે 10.30 કલાકે ઉદ્ઘાટન કરશે. આજે વડાપ્રધાન દાહોદમાં 20 હજાર કરોડના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે, 1419 કરોડના સંપન્ન થયેલા વિકાસ કાર્યો આદિવાસી જનતાને સમર્પિત કરશે તેમજ ૫૫૦ કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોનુ ખાત મુહૂર્ત થશે. યુકેના પ્રધાનમંત્રીને આવકારવા માટે અમદાવાદમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી યોગ, ગરબા સર્ટીફીકેટ કોર્સ શરૂ થવાનો છે. WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.