2006ના તુલસી પ્રજાપતિ કેસની ફાઈલ ફરી ખુલી, અંબાજીના 15 પંચને CBI કોર્ટનું આવ્યું તેડુ

News18 Gujarati
Updated: June 2, 2018, 10:39 PM IST
2006ના તુલસી પ્રજાપતિ કેસની ફાઈલ ફરી ખુલી, અંબાજીના 15 પંચને CBI કોર્ટનું આવ્યું તેડુ

  • Share this:
અંબાજીમાં વર્ષ 2006માં થયેલ તુલસી પ્રજાપતિ કેસની ફાઈલો ફરી ખૂલી છે. અંબાજીમાં 15 જેટલા પંચને આ કેસ સંદર્ભે મુંબઈની સીબીઆઈ કોર્ટનું તેડુ આવ્યુ છે. 15 પંચોને સીબીઆઈ કોર્ટે જૂલાઈની જૂદી જૂદી તારીખે હાજર રહેવા સમન્સ મોકલ્યુ છે. CBIનું સમન્સ આવતા પંચોની મુશ્કેલી વધી છે. તેમણે રજૂઆત કરી છે કે, સ્થાનિક અંબાજીનો બનાવ હતો એટલે તેમણે પંચમાં સહીઓ કરી હતી કે તેમને અંબાજી નજીકની કોર્ટમાં પૂછપરછ માટે બોલાવશે, પરંતુ તમામ પંચને જૂદી જૂદી તારીખે મુંબઈ બોલાવાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે તેમની રજૂઆત છે કે તમામને એકસામટા એક જ તારીખે નજીકની કોર્ટમાં બોલાવવામાં આવે કારણ કે હવે તેમની ઉંમર થઈ ગઈ હોવાથી તેમની શારીરિક સ્થિતિ પણ એવી નથી કે મુંબઈ કોર્ટમાં હાજર રહી શકે.

વર્ષ 2006માં સરહદ નજીક છાપરી પાસે બનેલા કથિત તુલસી ગંગારામ પ્રજાપતિ એંન્કાઉંન્ટર કેસનું ભૂત ફરી એક વાર બેઠું થયું હોય તેવું લાગી રહ્યું છે. આમતો તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસના તમામ આરોપીયોને જામીન મુક્તિ મળી છે પણ હવે ફરી એકવાર આ કેસની તપાસનો ધમધમાટ શરું થયો હોય તેવું જોવા મળ્યું છે. જેને લઈને આ તુલસી પ્રજાપતી એન્કાઉન્ટર કેસના 15 જેટલા પંચોને મહારાષ્ટ્રના મુંબઈ સિબીઆઇ કોર્ટનું તેડું આવ્યું છે.

જોકે આ તમામ પંચોને આગામી જુલાઈ માસની અલગ અલગ તારીખો મળતા પંચોમાં કચવાચાટની લાગણી જોવા મળી રહી છે, પંચોએ સ્થાનિક અંબાજીનો બનાવ હોઈ નજીકની કોર્ટમાં બોલાવશે તેમ માની પંચ કેસમાં સહીઓ કરી હતી પણ તમામ પંચોને મુંબઈથી તેડું આવતા નારાજગી જોવા મળી છે ને પંચોની ઉમર પણ થઇ હોવાથી તેમજ બનાવને પણ લાંબો સમય થઇ જતા માનસિક રીતે બરોબર ન હોય તેવું જણાવી રહ્યા છે અને સરકારે એક સામટા પંચોનું નિવેદન લેવા સ્થાનિક સ્તરે નજીકની કોર્ટમાં વ્યવસ્થા કરાય તેવી માંગ કરી રહ્યા છે.
First published: June 2, 2018, 10:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading