ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામું આપવા બાબતે AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આપી પ્રતિક્રિયા
16:28 (IST)
AMCની ઓફિસ પર વિપક્ષનો વિરોધ. હાઉસિંગ ના નામે થતા ભ્રષ્ટ્રાચાર મુદ્દે કોંગ્રેસનો વિરોધ. મોટી સંખ્યામાં લોકો AMC ઓફિસ પહોંચ્યા. કોર્પોરેશનની ઓફિસના દરવાજા બંધ કરાયા
15:36 (IST)
અમરનાથ યાત્રા માટેના ફિટનેસ સર્ટિફિકેટ આજથી અપાઇ રહ્યા છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી આપવામાં આવશે સર્ટિ. 45 દિવસ ચાલનારી યાત્રા માટે ફિટનેસ સર્ટિ જરૂરી હોય છે. કોરોના કાળના બે વર્ષ બાદ શરૂ કરાઇ છે અમરનાથ યાત્રા. સિવિલ તંત્રના આંકડા મુજબ સાતથી આઠ હજાર ફિટનેસ સર્ટિ ઇસ્યુ થાય છે. 13 વર્ષ થી ઓછા અને 75 વર્ષ થી વધુ વય ના લોકો ને નહીં મળે. જોકે ભારત ની સહુ થી પ્રાચીન અને લોકો માં શ્રધ્ધા ધરાવતી ભોલેનાથ મહાદેવની અમરનાથ યાત્રા જવા માટે વહેલી સવાર થી લોકો એ સિવિલ હોસ્પિટલમાં શરીર ફિટનેસ ચેકઅપ માટે લાઈનો લગાડી હતી
15:15 (IST)
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આવતીકાલે તે અમદાવાદમાં (Ahmedabad) રોડ શો યોજવાના છે. આજે રાત્રે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આ બંનેનું આગમન થશે. આ બંને નેતાઓ આવતીકાલે એટલે કે શનિવારે અમદાવાદ પૂર્વમાં રોડ શો યોજવાના છે. રોડ શો માટેની પોલીસ પરવાનગી પણ આપને મળી ગઇ છે. ત્યારે અરવિંદ કેજરીવાલે રોડ શોની મંજુરી આપવા બદલ પોલીસનો આભાર પણ માન્યો હતો.
14:47 (IST)
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. NIAની મુંબઈ બ્રાંચને મળ્યો ઈમેલ મળ્યો છે. હુમલા માટે 20 સ્લીપર સેલ તૈયાર હોવાની ધમકી
પીએમ PM મોદીએ પરીક્ષા પે ચર્ચા દરમિયાન જણાવ્યુ કે, ઘણી વખત માધ્યમ નહીં મન સમસ્યા બને છે. સમયની સાથે માધ્યમ બદલાય છે. ઓનલાઇનમાંથી શીખીને ઓફલાઇનમાં તેને ઉતારવું જરૂરી છે. આ ઓનલાઇન ઓફલાઇનનાં સમયમાં ઇનર લાઇન અંગે પણ વિચારવું જરૂરી છે. દિવસનો થોડો સમય તમારી પોતાની માટે ફાળવવો જરૂરી છે. આત્મનિરિક્ષણ કરી સફળતા તરફ આગળ વધો, હતાશાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો, નવી શિક્ષણનીતિને દરેક વ્યક્તિઓ આવકાર કર્યો છે. નવી શિક્ષણનીતિથી નવો માર્ગ ખુલ્યો છે.
12:16 (IST)
11:46 (IST)
વડોદરાની ધો-10 માં ભણતી કેની પટેલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં આજે વડાપ્રધાનને પ્રશ્ન પૂછ્યો હતો. કેની પટેલ દ્વારા વડાપ્રધાનને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે, પરીક્ષાના સમયમાં જરૂરી આરામ સાથે પોતાના માર્ક્સ વધારવા માટે અભ્યાસક્રમને પૂર્ણ કરવાની ચિંતાને કઈ રીતે બેલેન્સ કરી શકાય?
આજે શુક્રવાર, પહેલી એપ્રિલ 2022 (1st April,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કરશે, ગુજરાતની શાળાઓમાં ડિજીટલના માધ્યમથી વિદ્યાર્થીઓ વડાપ્રધાનને સાંભળેશે. પેટ્રોલના ભાવ વધતા શહેરીજનો BRTS-AMTS તરફ વળ્યા, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં છેલ્લા એક વીકમાં ભીડ ઉમટી, બીજી તરફ કોર્પોરેશને સિનિયર સિટિઝન માટે એક વર્ષ સુધી બસમાં ફ્રી પ્ર્વાસની સુવિધા આપી. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આજે રાજય પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકો રાજયભરમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં આજે ધરણા, અમરાઈવાડીમાં આયોજીત વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા સહિતના નેતાઓ જોડાશે. આગામી બીજી એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરુ થતી હોવાથી અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર થશે અને મંદિરમાં ઘટ્ટ સ્થાપનનું પણ આયોજન કરાશે.