વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોનિટરિંગ સેન્ટરમાં જાતે મુલાકાત લઈને કેવી રીતે આખું સેન્ટર કામ કરી રહ્યું છે અને ગુજરાતના શિક્ષણમાં કેવી રીતે ઉપયોગી છે અને કેવી રીતે કામ કરે છે એ અંગેની જાણકારી મેળવી રહ્યા છે.
18:6 (IST)
PM મોદી ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા
આજે સોમવાર, 18 એપ્રિલ, 2022 (18 April, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગન્નાથ તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડિરેકટર જનરલ ટેડરોસનો રાજકોટમાં રોડ શો કરવાના છે. સુરતમાં આજથી સ્માર્ટ સિટિઝ, સ્માર્ટ અર્બનાઈઝેશ ત્રિદિસીય નેશનલ સમિટનો પ્રારંભ થશે.આજે એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે ગુજકેટની પરીક્ષા છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને દાહોદ, જામનગર, અને બનાસકાંઠામાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં બપોરે 12 વાગે આપની પીસી કરવામાં આવશે. રાજયમાં 20-21 એપ્રિલે વરસાદની આગાહી છે.