નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના મુંબઈ સ્થિત ઘરે ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા છે. તેમની પર આધ્યાત્મિક ગુરુની સાથે ગુપ્ત માહિતી શેર કરવાનો આરોપ છે. સેબીએ 11 ફેબ્રુઆરીએ રામકૃષ્ણને દંડ ફટકાર્યો હતો. માર્કેટ રેગ્યુલેટરે એક્સચેન્જની ગોપનીય માહિતી કોઈ અજ્ઞાત વ્યક્તિ સાથે શેર કરવા બદલ ચિત્રા પર 3 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. રામકૃષ્ણએ 2016માં CEOનું પદ છોડ્યું હતું.