15:23 (IST)
સૌરાષ્ટ્રના લીલી નાઘેર વિસ્તાર અને શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહના સાક્ષી એવા આધ્યાત્મીક સ્થાન માધવપુરમાં વર્ષોથી પરંપરાગત રીતે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગની ઉજવણી સંપન્ન થઈ ગઈ છે. આ ધાર્મિક સ્થળે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિની પરંપરાથી ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી માધવપુરમાં ધાર્મિક મેળો યોજવામાં આવે છે.