બનાસકાંઠા : ડીસા પાસે 15 વર્ષની સગીરા પર બળાત્કાર, જાનથી મારી નાખવાની આપી હતી ધમકી

બંને શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ (Deesa Taluka Police)મથકે બળાત્કારની (Rape)ફરિયાદ નોંધાઇ છે

raped in Banaskantha- ભરત પરખાજી માળી અને તેના મિત્ર શંભુદાન ગઢવીએ એકલતાનો લાભ લઇ સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskantha)ડીસાના દામા ગામ પાસે ખેતરમાં રહેતા ભાગીયાની સગીર વયની દીકરી સાથે ખેતર માલિક અને અન્ય મિત્રએ મળી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા બંને શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ (Deesa Taluka Police)મથકે બળાત્કારની (Rape)ફરિયાદ નોંધાઇ છે.

    આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના દામા ગામ પાસે આવેલ ખેતરમાં ભાગીયા તરીકે રહેતા પરિવારની 15 વર્ષની સગીર દીકરી ત્રણેક માસ અગાઉ પોતાના ઘરે એકલી હતી ત્યારે ખેતર માલિક ભરત પરખાજી માળીએ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેને સગીરાને ધાક-ધમકી આપી હતી. જેથી સગીરાએ ડરના માર્યા આ વાત કોઈને ન જણાવતાં ફરીથી ભરત પરખાજી માળી અને તેના મિત્ર શંભુદાન ગઢવીએ એકલતાનો લાભ લઇ તેણીને બળજબરીપૂર્વક ખેંચી જઈ મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

    બંને શખ્સોએ સગીરાને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરાએ થોડા દિવસો સુધી ચુપચાપ સહન કર્યા બાદ આખરે પરિવારજનોને આ વાત જણાવતા પરિવારજનોએ જિલ્લા પોલીસ વડા અને મહિલા પોલીસને જણાવતા બંને શખ્સો ભરત પરખાજી માળી અને શંભુદાન ગઢવી સામે ડીસા તાલુકા પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે.

    આ પણ વાંચો - 7 દિવસ પહેલા લગ્ન થયા, પતિ સાથે ના બનાવ્યો સંબંધ અને પછી....

    બિહાર : બળાત્કાર કરતા બાળકીના મોઢામાં નાખી દીધો ગરમ સળીયો

    બિહારમાં (Bihar) દેવઢી ગામમાં 6 ઓક્ટોબર 2021ના રોજ એક 10 વર્ષની બાળકી સાથે ક્રૂરતા કરવામાં આવી હતી. જેમાં બાળકી સાથે દુષ્કર્મ (Rape)કરી તેની હત્યા (Murder)કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે (Police)ખુલાસો કર્યો છે. સાથે જઘન્ય હત્યાકાંડના આરોપી મોહમ્મદ મસીદુર આલમની ધરપકડ કરી છે. 6 ઓક્ટોબરે અધૌરાના દેવઢી ગામમાં નિર્માણાધીન રાજકીય અનુસુચિત જનજાતિ આવાસીય વિદ્યાલયના પરિસરમાં કામ કરનાર મજૂરે બાજુમાં રહેતી એક 10 વર્ષીય બાળકીની હત્યા કરીને તેના શરીરમાં લોઢાનો ડંડો ઘુસાડી દીધો હતો. પત્થરોથી કચડીને બાળકીની લાશને સળગાવી દીધી હતી. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં સનસની ફેલાઇ ગઈ હતી.

    આ પણ વાંચો - યુવકે યુવતી પર બળાત્કાર કરી વીડિયો બનાવ્યો, બ્લેકમેઇલ કરી યુવતીની નાની બહેન ઉપર પણ કર્યો બળાત્કાર

    જણાવી દઈએ કે આવાસીય વિદ્યાલયના નિર્માણ માટે પશ્ચિમ બંગાળમાંથી મજૂર બોલાવવામાં આવ્યા હતા. આ મજૂરોમાં પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના કચિલાયક પોલીસ સ્ટેશનના પિપરતલ્લા ગામના રહેવાસી મોહમ્મદ મસીદુર અલમની પોલીસે ધરપકડ કરી છે. ઘટના વિશે બતાવામાં આવી રહ્યું છે કે પહેલા આરોપીએ બાળકીને ખોટા ઇરાદાથી પોતાની પાસે બોલાવી અને પછી તેની જઘન્ય હત્યા કરી દીધી હતી.
    Published by:Ashish Goyal
    First published: