liveLIVE NOW

Live news update: રશિયાએ બાઇડન સહિત ટોપ અમેરિકી અફસરો પર લગાવ્યો પ્રતિબંધ

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

 • News18 Gujarati
 • | March 15, 2022, 22:49 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 7 MONTHS AGO
  22:52 (IST)
  20:40 (IST)
  20:40 (IST)

  દ્વારકા ખાતે આવેલ સુદામા સેતુ પુલ ભક્તો માટે કરાયો બંધ. હાલ ફુલડોલ ઉત્સવને લઇને લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા પધારી રહ્યા હોવાથી ત્યારે તંત્રએ નિર્ણય લીધો. સાવચેતીના ભાગ રૂપે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે  તંત્ર દ્વારા સુદામા સેતુ પુલ ભક્તો માટે બંધ કરાયો 

  18:52 (IST)
  15:44 (IST)
    અમદાવાદમાં ડાકોરના પદયાત્રીઓને કારે અડફેટે લીધા. હિરાપુર ચોકડી પાસે પદયાત્રીઓને અડફેટે લઈ કારચાલક ફરાર થયો છે. નાની બાળકી અને તેની માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ સારવાર હેઠળ છે.

  12:50 (IST)

  સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ, મને આમંત્રણ આપનારી પાર્ટીઓનો આભાર માનું છુંઃ નરેશ પટેલ

  11:35 (IST)
    ધાનેરા MLA નથાભાઈ પટેલે વીજળીના અપૂરતા વોલ્ટેજ અને વીજળી અંગે ઊર્જામંત્રીને પત્ર લખ્યો, અપૂરતી વીજળીથી ખેડૂતોને નુકસાન થતું હોવાનો પત્રમાં ઉલ્લેખ

  11:33 (IST)
    ઉત્તર ગુજરાતમાં નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાનો મામલે CM ભૂપેન્દ્ર પટેલે ભાભરમાં નિવેદન આપ્યુ હતુ, કહ્યું- 'અમે પાણી ચેક કરી લઈશું, જો હશે તો તમને બધાને આપીશું'

  11:22 (IST)
    કર્ણાટક હિજાબ વિવાદ પર મંગળવારે કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. હાઈકોર્ટે સ્કૂલ-કોલેજોમાં હિજાબ પ્રતિબંધને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે, હિજાબ પહેરવો તે ઈસ્લામની અનિવાર્ય પ્રથાનો હિસ્સો નથી. કર્ણાટક હાઈકોર્ટમાં ઉડ્ડપીની છોકરીઓએ અરજી કરીને સ્કૂલોમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવતા કહ્યું કે, વિદ્યાર્થિનીઓ સ્કુલ ડ્રેસ પહેરવાથી ઈન્કાર ન કરી શકે.

  આજે મંગળવાર, 15મી માર્ચ 2022 (15 March,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનાં (Dr. Anil Joshiyara) અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) હાજર રહેશે. યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં યુથ કોંગ્રેસના (Youth Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં આપની તિરંગા વિજય યાત્રામાં (AAP tiranga Yatra) ગુજરાતના પ્રભારી ગુલાબસિહ યાદવ સહિત આપનાં નેતા જોડાશે. વિધાનસભા સત્રમાં આજે બે બેઠક મળશે. અંદાજપત્ર પર ચર્ચાનો ત્રીજો દિવસ છે. અમરેલીનાં સાવરકુંડલામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની (C. R. Patil) રક્તતુલા કરાશે. 1400 જેટલા દાતાઓએ રક્તદાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. ફાગણી પૂનમનાં મેળાને લઈને ડાકોરમાં તડામાર તૈયારીઓ, પદયાત્રીઓને આવકારવા તંત્ર સજ્જ બન્યું છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનાર સામેની ડ્રાઈવનો આજે અંતિમ દિવસ. પોલીસે હેલ્મેટ ન પહેરવા બદલ 1200થી વધુ લોકોને 6 લાખથી વધુ અને સિટ બેલ્ટ ન પહેરનાર 2636 જેટલા લોકોને પકડી 13 લાખથી વધુ દંડ વસુલ્યો
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन