liveLIVE NOW

Live news update: રાજકોટઃ પાંચ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, કરુણા અભિયાનના કાર્યક્રમના બંદોબસ્તમાં હતા

Todays Latest news: આજના રાજ્ય અને દેશના મહત્ત્વના સમાચાર પર નજર કરીએ.

  • News18 Gujarati
  • | January 13, 2022, 21:43 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    21:44 (IST)

    રાજકોટ : એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભટ્ટ સહિત 5 કર્મીઓના રિપોર્ટ પોઝીટીવ 

    • એ ડિવિઝન પોલીસનો સ્ટાફ હતો બંદોબસ્તમાં
    • ત્રિકોણ બાગ ખાતે કરુણા અભિયાનના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્યસભના સાંસદ રામભાઈ મોકરીયા સહિતના સહિતનાઓ રહ્યા હતા હાજર
    19:13 (IST)

    કોરોના વાયરસના કહેરને જોઈને યાત્રાધામ અંબાજી અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. અંબાજી મંદિર 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રહેશે બંધ

    18:29 (IST)

    અમદાવાદઃ કોરોના ટેસ્ટ માટે આરટીપીસીઆર માટે વધુ એક હોસ્પિટલ મંજૂરી 

    • એએમસી સંચાલિત એલ જી હોસ્પિટલને મળી મંજૂરી 
    • એમ્સ દ્વારા અપાઇ એલ જી હોસ્પિટલને મંજૂરી 
    • સિવિલમાં બી જે મેડિકલ અને એસ વી પી હોસ્પિટલ થાય છે ટેસ્ટ 
    • હવે વધુ એલ જી હોસ્પિટલને મળી મંજૂરી 
    • એલ જી હોસ્પિટલમાં દૈનિક એક શિફ્ટ માં ૪૦૦ ટેસ્ટ થશે 
    • ત્રણ શિફ્ટમી ૧૨૦૦ ટેસ્ટ થઇ શકશે 
    • એસ વી પી હોસ્પિટલમાં ૧૨૦૦ ટેસ્ટ અને બી જે મેડિકલ કોલેજમા પણ ટેસ્ટ થઇ રહ્યું છે 
    17:11 (IST)

    દાહોદઃ ઝાલોદ હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારી, બે વિદ્યાર્થિનીઓના મોત
    દાહોદઃ લીમખેડા - ઝાલોદ હાઈવે રોડ પર મોટાહાથીધરા નજીક  ટ્રક ચાલકે તિર્થ ઇન્ટરનેશનલ સ્કુલ લીમખેડા મા અભ્યાસ કરી ચાલીને પરત ઘરે જતી કિશોર વયની બે વિધાર્થીનીઓને અડફેટે લેતા બંને વિધાર્થીનીઓને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત થતા આસપાસના લોકો ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મુકી ફરાર થયો હતો. ઘટનાની જણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી બંન્ને વિધાર્થીનીઓ મૃતદેહ ને પી.એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

    16:12 (IST)

    કૃષિ મંત્રી રાઘવજી પટેલની જાહેરાત પર કોંગ્રસ પ્રતિક્રિયા 

    • કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આપી પ્રતિક્રિયા 
    • સરકાર ખેડૂતને મોબાઇલ લેવા માટે ૪૦ ટકા રાહત આપશે 
    • સરકાર માત્ર ખેડૂત ચોકલેટ આપી છે - કોંગ્રેસ 
    • સરકરા પહેલા ખેડૂત વ્યાજભાવે ખાતર અને દવાઓ આપે - કોંગ્રેસ 
    • તો જ ખેડૂતો આજે બચશે - કોંગ્રેસ 
    • સરકારની મોબાઇલ કંપની સાથે ગોઠવણ થઇ છે તેથી સરકારનુ આ તૂત છે - કોંગ્રેસ 
    15:37 (IST)
    14:48 (IST)
    આજે ગુરૂવાર, 13 જાન્યુઆરી, 2022 (13th January,2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં અને સુરતમાં આવી રહ્યા છે.  આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે પીએમ મોદી (PM Narendra Modi) તમામ રાજયોના મુખ્યમંત્રી (All state CM) સાથે બેઠક કરશે અને કોવિડની (coronavirus) સ્થિતિની સમીક્ષા કરશે.