બનાસકાંઠાની ડીસા નગરપાલિકાએ વિવાદિત જગ્યા પર બનાવેલા બગીચામાં આગ લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બગીચાના લોકાર્પણ સામે તત્કાલિન કલેક્ટરે સ્ટે આપ્યો હતો.
ઉનાળાના દિવસોમાં ગીરસોમનાથ જિલ્લાના લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લાના પાંચેય જળસંચય યોજનામાં ભરપૂર પાણી હોવાથી આ વર્ષે પીવાના પાણી માટે તંગી નહીં સર્જાય.
આજે બુધવાર, 13મી એપ્રિલ 2022 (13th April, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10.00 વાગે કેબિનેટની બેઠક મળશે. જેમા પીએમ મોદીનાં આગામી કાર્યક્રમોની તૈયારી, ઉનાળામાં પીવાના અને સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા થશે. પૂર્વ MLA કમાભાઈ રાઠોડ, સાણંદ પાલિકા પૂર્વ પ્રમુખ ભીખાભાઈ પટેલ અને મહેશ પટેલ આજે ફરીથી ભાજપમાં જોડાશે. વર્ષ 2017માં ભાજપથી છેડો ફાડીને કમાભાઈ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. અને અપક્ષ ઉમેદવારી બદલ ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટીનાં કાર્યક્રમમાં આર્મી ચીફ એમ.એમ. નરવણે ઉપસ્થિત રહેશે. મેટ્રોપોલિટન કોર્ટમાં અમરાઈવાડી પોલીસ વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટના મામલે અરજી થઈ છે તેના પર આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધતા ઝાળા ઉલ્ટીના કેસ વધ્યા છે. હોસ્પિટલમાં પાણી જન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. શહેરના એએમસી ચોપડે જ માત્ર 10 દિવસમાં 900 થી વધુ કેસ નોધાયા છે.