કાલુપુર રેલવે સ્ટેશન પરથી 11 વ્યક્તિઓનું અપહરણ કરી માણસામાં બંધક બનાવ્યા

કાલુપુર રેલવે સ્ટેશન પરથી 11 વ્યક્તિઓનું અપહરણ કરી માણસામાં બંધક બનાવ્યા

આ બનાવ વિશે સામાજીક સંસ્થાને જાણ થતા ક્રાઇમની ટીની મદદથી બંધકોને મુક્ત કરાવ્યા હતા

 • Share this:
  કાલુપુર રેલવે સ્ટેશન પરથી 11 વ્યક્તિઓનું અપહરણ કરી બંધક બનાવવાની ઘટના સામે આવી છે. ઝારખંડથી આવેલા લોકોનું અપહરણ કરી માણસામાં બંધક બનાવ્યા હતા. કાલપુરુ રેલવે સ્ટેશનથી 4 વ્યક્તિઓ દ્વારા માર મારી 11 લોકોનું રિક્ષામાં અપહરણ કર્યું હતું.

  અપહરણકર્તાએ આ બધાને માણસા લઈ ગયા હતા અને ફેક્ટરીમાં બળજબરીથી બંધક બનાવ્યા હતા. માણસાની સાકાર માર્બોટાઇલ્સ પ્રા.લી. ફેક્ટરીમાં 4 દિવસ 11 લોકોને બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. તેમની પાસે મજુરી કરાવી હતી. આ બનાવ વિશે સામાજીક સંસ્થાને જાણ થતા ક્રાઇમની ટીની મદદથી બંધકોને મુક્ત કરાવ્યા હતા.

  પોલીસે આ મામલે કંપનીના લેબર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. આ બધાનું કેમ અપહરણ કરવામાં આવ્યં હતું તે પોલીસ વધારે તપાસ કરશે પછી ખબર પડશે.
  Published by:Ashish Goyal
  First published: