liveLIVE NOW

Live news update: કોરોના વાયરસ અંગે રાજ્ય સરકારની નવી SOP જાહેર

10th February, Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | February 10, 2022, 19:00 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 10 MONTHS AGO
    19:4 (IST)

    રાજ્ય સરકારની નવી SOP જાહેર

    • 8 મહાનહરોમાંજ રહેશે રાત્રિ કરફ્યૂ
    • રાત્રે 12થી સવારે 5 સુધી રહેશે કરફ્યૂ
    • લગ્ન પ્રસંગમાં 300 લોકોને મંજૂરી
    • નવી ગાઈડલાઈન 18 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે
    14:56 (IST)
    સુરતના બારડોલીમાં ધુલિયા ચાર રસ્તા નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત. કાર ચાલકે ઓવરટેક કરવા જતા ડમ્પરની ટક્કર વાગી. કાર રસ્તા પર પલટી ગઈ હતી. આ અક્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી. 

    13:23 (IST)
      કચ્છ: હરામીનાળા પાસે BSF તરફથી મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. બીએસએફ તરફથી દેશમાં ઘૂસણખોરી કરતી પાકિસ્તાનની 9 બોટને પકડી પાડવામાં આવી છે. બોટમાંથી પકડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. 
    13:2 (IST)
      અમદાવાદના નારોલમાં શાંતિ શુકલા રેસિડેન્સીમાં ફલેટ અને દુકારનદાર વચ્ચે માથાકૂટ થઈ લાકડીઓ લઈને શખ્સોએ રહીશોને ડરાવ્યા. સમગ્ર મામલે નારોલ પોલીસે તપાસ હાથધરી

    12:23 (IST)
      મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે નવસારીની મુલાકાતે છે. રાજ્યમાં આજથી શરૂ મહેસૂલી મેળાનો પ્રારંભ નવસારીથી મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કરશે.નવસારીના ઇતિહાસમાં પ્રથમ વાર મહેસૂલ મંત્રી દ્વારા મહેસૂલી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.

    આજે ગુરૂવાર, 10મી ફેબ્રુઆરી, 2022 (10th February,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ હજી મૃત્યું આંકમાં ચિંતાજનક સ્થિતિ છે. આજે કોરોનાની નવી SOP (Gujarat Corona new SOP) જાહેર થઈ શકે છે. આ સાથે આજે ઉત્તર પ્રદેશ (UP Election phase one voting) વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું 58 બેઠકો માટેનું મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઇ ગયું છે.
    विज्ञापन
    विज्ञापन