સમીઃ જંગલી ભૂંડનો આતંક, આધેડને લોહીલુહાણ કરી નાખતા મોત, 4 લોકો ગંભીર

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 25, 2017, 9:03 AM IST
સમીઃ જંગલી ભૂંડનો આતંક, આધેડને લોહીલુહાણ કરી નાખતા મોત, 4 લોકો ગંભીર
ભૂંડના હુમલાને કારણે ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

ગામમાં જંગલી ભૂંડના આતંકથી લોકોએ રાત પણ વાહનો અને છત પર ગુજારવા મજબૂર બન્યા છે.

  • Share this:
સમી તાલુકાના ગોધાણા ગામમાં જંગલી ભૂંડે આધેડ પર હુમલો કરતા તેનું મોત થયું છે. ભૂંડના હુમલાને કારણે ગામના જ ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગામમાં જંગલી ભૂંડના આતંકથી લોકોએ રાત પણ વાહનો અને છત પર ગુજારવા મજબૂર બન્યા છે. જંગલી ભૂંડને પકડવા વનવિભાગે ગાંધીનગરથી રેસ્ક્યૂ ટીમ બોલાવવી પડી છે.

કોઈના હાથમાં તીક્ષણ હથિયારો તો કોઈના હાથમાં ભાલો અને કોઈના હાથમાં કુહાડી. ધારિયા ગામના લોકો કંઈક આવી જ રીતે ભયના ઓથાર હેઠળ રાત ગુજરાતી રહ્યા છે. રવિવાર બપોરે અચાનક જ ગામની સીમમાં જંગલી ભૂંડ આવી ચડ્યું હતું અને આધેડ પર હુમલો કર્યો હતો. ભૂંડના હુમલા બાદ આધેડનું મોત નીપજ્યું, ભૂંડે વધુ 2 થી 3 વ્યક્તિઓ પર હુમલો કરીને તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા છે.

સમીના ગોધાણા ગામમાં ભૂંડનો આતંક ગામ લોકો પર હાવી થઈ ગયા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગામમાં તો પહોંચ્યા પરંતુ ભૂંડ પર કાબૂ કરી શકાય તે માટેના હથિયારો તેમને પાસે ન હતા. આથી ગામ લોકો પણ વન વિભાગ પર રોષે ભરાયા હતા.
First published: December 25, 2017, 9:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading